શારીરિક સંબંધ દરમિયાન આવી રીતે પાર્ટનર સાથે આવો નજીક

પાર્ટનર સાથે શારીરિક સંબંધ બનાવતી વખતે જો ભાવાનાત્મક લગાવ એટલે કે ઇમોશનલ ઇન્ટીમસીનો પણ સમાવેશ થાય તો તમારી સેક્સ લાઇફ પ્રેમથી ભરપૂર અને પહેલા કરતાં જોરદાર બની જાય છે. એવામાં કેટલીક વાતોનું ધ્યાન રાખીને તમે પણ શારીરિક સંબંધ દરમિયાન નજીક આવી શકો છો.

પાર્ટનરને અહેસાસ કરાવો કે તમે એની આંખો દ્વારા એમની આત્મામાં ઊતરી રહ્યા છો. લવ મેકિંગ દરમિયાન એક બીજા સાથે કનેક્ટ કરવાની સૌથી સારી રીત છે એક બીજાની આંખોમાં જોવું. બની શકે છે કે શરૂઆતમાં તમને થોડું અજીબ લાગે પરંતુ સમયની સાથે તમને એ માટેની ટેવ પડી જશે.

kiss કરવાની પણ અલગ અલગ રીત અને મૂડ હોય છે. ધીરે ધીરે આરામથી પાર્ટનરને કિસ કરો અને કિસ કરતીં વખતે પાર્ટનરના ચહેરાને પ્રેમથી બંને હાથે પકડો. આવું કરવાથી તમે પાર્ટનરને અહેસાસ અપાવશો કે તમે એની કેટલી કેર કરો છો.

કોઇક વખત રફ અને ખરાબ સેક્સને બ્રેક આપીને પેશન વધારો અને એના માટે પ્રેમ અને અનઅડલ્ટરેટેડ લવ મેકિંગ કરો. સ્લો સેક્સ દ્વારા તમારી પાસે પાર્ટનરની સાથે નજીક આવવાનો સારો ચાન્સ છે.

એવું જરૂરી નથી કે દરેક વખત સેક્સ દરમિયાન તમે કંઇક નવું ટ્રાય કરો. અલગ અલગ પોજિશન્સની જગ્યાએ ક્યારેક એકજમ સિમ્પલ રીતે પણ સેક્સ કરો. એનાથી પમ પાર્ટનર સાથે ઇમોશનલ ઇન્ટીમસી વધારવા મદદ મળશે.

http://sambhaavnews.com/

You might also like