કોઇનું પણ WhatsApp Status ડાઉનલોડ કરો તમારા મોબાઇલમાં, બસ અપનાવો આ ટ્રિક

WhatsAppમાં આવેલું એક નવું ફિચર કે જે ‘WhatsApp Status’ કે જે આજ કાલ દરેકને ખૂબ પસંદ હોય છે. જેનાં દ્વારા આપ WhatsAppનાં સ્ટેટસ સેક્શનમાં જઇને બીજા યૂઝર્સનાં સ્ટેટસ જોઇ શકશો. જો કે આ સ્ટેટસ માત્ર 24 કલાક સુધી જ રહેશે. આ પછી તે જાતે જ ડિલીટ થઇ જશે.

જો કે આમાં રસપ્રદ બાબત તો એ છે કે તમને જો કોઇ બીજા યૂઝરનું WhatsApp સ્ટેટસ સારું લાગે અને જો તેને ડાઉનલોડ કરવા ઇચ્છતા હોવ તો તેને કઇ રીતે ડાઉનલોડ કરી શકશો તેને આ રીતે આપ WhatsApp Status ડાઉનલોડ કરી શકશો.

શું છે WhatsApp Status?
જે રીતે Facebook પર પ્રોફાઇલ પિક્ચર એડ કરીએ છીએ તે જ રીતે WhatsApp સ્ટેટસ પણ એડ કરી શકશો. જો કે આ પ્રોફાઇલ પિક્ચરથી બિલકુલ અલગ હોય છે. WhatsApp સ્ટેટસ એક વખત અપડેટ કર્યા બાદ 24 કલાક સુધી તમને તમારી પ્રોફાઇલ પર તે બતાવશે.

જેમાં તમે ફોટો, વીડિયો અને GIF પણ એડ કરી શકો છો. સાથે સાથે WhatsApp સ્ટેટ્સમાં ઓડિયો અને વીડિયો પણ એડ કરી શકશો. જ્યારે તમે WhatsApp સ્ટેટસ એડ કરો ત્યારે તમને WhatsApp તમારું સ્ટેટસ મોકલશે.

જેમ-જેમ લોકો તમારું સ્ટેટસ જોશે તેમ તેમ તમને ખ્યાલ આવશે કે તમારું સ્ટેટસ કોણે-કોણે જોયું છે. તમે તમારા WhatsApp સ્ટેટસમાં જઇને જોઇ શકશો કે કેટલાં લોકોએ તમારું સ્ટેટસ જોયું છે. સાથે સાથે જો તમારો કોઇ ફોટો સારો લાગે છે તો યૂઝરને તે માટેનો રિપ્લાઇ પણ કરી શકાય છે.

હવે જુઓ WhatsApp સ્ટેટસ ડાઉનલોડ કરવાની રીતઃ
જો તમારી પાસે એન્ડ્રોઇડ મોબાઇલ છે તો હવે આ રીતે તમે WhatsApp સ્ટેટસ ડાઉનલોડ કરી શકશો.
આટલાં સ્ટેપ્સને કરો Follow:

સૌ પહેલાં તમારા ફોનનાં My File ફોલ્ડરમાં જાઓ. ત્યાર બાદ ડિવાઇસ સ્ટોરેજમાં જાઓ ને કેટલાંક સ્માર્ટફોનમાં ‘કેટેગરી’ અને ‘લોકલ 2’ સેક્શન જોવા મળશે. જેમાં તમે લોકલ સેક્શનમાં જાઓ. ડિવાઇસ સ્ટોરેજમાં તમારું Whatsapp ફોલ્ડર મળશે.

હવે Whatsapp ફોલ્ડરમાં મીડિયા નામનાં ફોલ્ડર પર તમે ક્લિક કરો. મીડિયા ફોલ્ડરમાં તમે More સેટિંગ્સમાં જાઓ. અહીંયાં તમને Show Hidden ફાઇલનો ઓપ્શન મળશે કે જેને તમે ઓન કરી લો. જે પછી WhatsApp ફોલ્ડરમાં તમને સ્ટેટસ (Statuses)નામનું ફોલ્ડર મળશે.

આ ફોલ્ડરમાં જે પણ સ્ટેટસ હશે તે ડાઉનલોડ થઇ જશે. જો કે આ ફોલ્ડરમાં ઇમેજ અને વીડિયો 24 કલાક સુધી જ રહેશે. જો તમે આ ઇમેજ અને વીડિયો લાંબા સમય સુધી રાખવા ઇચ્છતા હોવ તો તેને Copy WhatsApp Image ફોલ્ડરમાં મૂકી દો. હવે જો તમને કોઇ પણ યૂઝરનું WhatsApp Statues પસંદ આવે તો તેને તમે આ રીતે ડાઉનલોડ કરી શકો છો.

You might also like