જ્યારે જીભ બળી જાય તો અપનાવો આ ઉપાયો

નવી દિલ્હી: ક્યારેક વધાર પડતું ગરમ ખાવાના કારણે ક્યાં તો પી લેવાના કારણે જીભ બળી જતા હોય છે. જો કે આ કંઇ મોટું કારણ નથી પરંતુ જીભ બળી જાય તો મોંઢાનો ટેસ્ટ ખરાબ થઇ જાય છે. ક્યાં તો તેના પછી કંઇ પણ તીખું ખાવાથી પ્રોબ્લેમ થાય છે.

જો તમને પણ આવી તકલીફ પડતી હોય તો આ ઘરેલૂ ટિપ્સ ફાયદાકારક સાબિત થશે.

1. બેંકિંગ સોડાથી કોગળા કરોય આ જીભની બળતરાને ઓછી કરવામાં મદદ કરશે.

2. ખૂબ જ વધુ મસાલા વાળું ખાવું જોઇએ નહીં. જ્યાં સુધી જીભ સારી થઇ જાય નહીં ત્યાં સુધી હલ્કું અને ઓછું તીખું ખાવું જોઇએ.

3. બરફના ટૂકડાને થોડાક સમય માટે જીભ પર રાખો. જો બને તો તેને થોડા સમય માટે ચૂસો. પરંતુ ધ્યાન રાખો કે ટૂકડાને સીધઓ જીભ રાખવો ખતરનાક સાબિત થઇ શકે છે. બરફને પાણીથી ધોઇ નાંખો નહીં તો તે જીભ પર ચોંટી જશે.

4. ઠંડી ચીજ વસ્તુઓ ખાવ. ઠંડી ચીજવસ્તુમાં દહીં ખાવું ખૂબ ફાયદાકારક છે. તેનાથી બળતરા પણ ઓછી થશે.તે ઉપરાંત પાણી પીતા રહો.

5. જીભ બળી જવાથી મધનો ઉપયોગ કરવો પણ ફાયદાકારક રહે છે.

You might also like