આ 5 Apps દ્વારા જાણી શકો છો WI-FI નો સીક્રેટ પાસવર્ડ

નવી દિલ્હી: આજની હાઇટેક લાઇફમાં બધાની પાસે સ્માર્ટફોન છે અને સ્માર્ટફોન હોવાથી 2G, 3G અને વાઇ-ફાઇના માધ્યમથી ઇન્ટરનેટનો ઉપયોગ ન કરવામાં આવતો હોય એવું બની ન શકે.

એવામાં કોઇ પબ્લિક વાઇ-ફાઇનો પાસવર્ડ ખબર પડી તો મજા પડી જાય. મોટાભાગે કોલેજ, મોલ, થિયેટર દરેક જગ્યાએ વાઇ-ફાઇનું ઓપન નેટવર્ક હોય છે. એટલે કે જો તેના પાસવર્ડને હેક કરી લેવામાં આવે તો તમારું કામ વધુ સરળ થઇ જાય છે.

આવો જાણીએ કેટલીક એવી એપ્સ વિશે જેના માધ્યમથી તમે મિનિટોમાં વાઇ-ફાઇનો પાસવર્ડ જાણી શકો છો.

1.બેસ્ટ વાઇ-ફાઇ નેટવર્ક હેકર
આ એપ્સને બનાવનાર કંપનીનો દાવો છે કે ભલે ગમે તેવો પાસવર્ડ હોય આ એપ્લિકેશન દરેક પ્રકારના એન્ક્રિપ્શનને તોડીને વાઇ-ફાઇનો પાસવર્ડ તમને બતાવી દેશે. આજકાલ કોઇપણ ઓપન કે ક્લોજ વાઇ-ફાઇ નેટવર્કને હેક કરવા માટે તેનો ઉપયોગ સામાન્ય થઇ ગયો છે.

2. હાઉ ટૂ હેક વાયરલેસ નેટવર્ક
આ એપ્સને એક ટૂટોરિયલની માફક લઇ શકાય છે. તેમાં તમને એથિકલ હેકિંગ ટિપ્સ અને ટ્રિક્સ શીખવાડવામાં આવે છે. સાથે જ વાઇ-ફાઇ પ્રોટેક્શન માટે બનાવવામાં આવેલી સિક્યોરિટી એલ્ગોરિથમકો હેક કરવાનું શિખવાડવામાં આવે છે.

3.વાઇ-ફાઇ હેકર
વાઇ-ફાઇ હેકર બીએનજી પણ એક ખાસ પાસવર્ડ બ્રેકિંગ એપ્સ છે. તમે આ એપ્સને ઇન્સ્ટોલ કર્યા બાદ કોઇપણ વાઇ-ફાઇ ઓપન નેટવર્કની રેંજમાં જશો. આ એપ્સ તમારા કામને સરળ બનાવી દેશે.

4. હેક વાઇ-ફાઇ પાસવર્ડ
આ એપ્સ ગૂગલ પ્લેસ્ટોર પર ફ્રીમાં ઉપલબ્ધ છે. થોડી જ સેકન્ડમાં જ આ એપ્સની મદદથી વાઇ-ફાઇનો પાસવર્ડ તોડી શકાય છે. તમને જાણીને આશ્વર્ય થશે કે અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યાં છે.

5. ફાઇન્ડ માઇ રાઉટર્સ પાસવર્ડ
ડિફોલ્ડ પાસવર્ડ રિકવરી, મૈનુઅલ પાસવર્ડ રિકવરી અને ડિક્શનરી પાસવર્ડ રિકવરી જેવા ઘણા ફંકશનની સાથે આ એપ્સ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો તમે એક નવું રાઉટર ખરીદ્યું છે અને તેનો પાસવર્ડ તમારી પાસે નથી તો તેના માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.

You might also like