જિઓ સિમ વાળાને ભરવું પડશે બિલ, નવી ઓફર સહિત જાણો કેટલીક વાતો

રિલાયન્સ જિઓ સિમની ફ્રી વેલકમ ઓફર હવે જલ્દી પૂરી થવાની છે. એનો અર્થ એ છે કે અત્યાર સુધી જિઓ સિમ પર અનલિમીટેડ ફ્રી 4g ઇન્ટરેન્ટ અને કોલિંગની મજા માણી રહ્યા હતાં તેમણે 31 ડિસેમ્બર બાદ પૈસા ચૂકવવા પડશે. જો કે કેટલાક જિયો યૂઝર્સ એવા પણ છે જેના નંબર પર વેલકમ ઓફર પૂરી થયા પહેલા બિલ આવી ગયું હતું. એ યૂઝર્સે જિયોના બિલનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

જો કે જેની પાસે પ્રિપેડ કાર્ડ છે એને કોઇ સમસ્યા નથી પરંતુ જેની પાસે પોસ્ટ પેડ કાર્ડ છે, તેમના નંબર પર બિલ જશે. એવા ખૂબ જરૂરી છે કે પ્રીપેડ અને પોસ્ટ પેડ સિમની સાથે બિલ જોવાની પ્રોસેસ પણ ખબર હોય. આ ઉપરાંત જિઓ હવે નવી ઓફરો લઇને પણ આવી રહ્યું છે. જે યૂઝર્સ માટે ઘણી કામની સાબિત થશે.

પ્રીપેડ અને પોસ્ટ પેડમાં એક સરખી જ હોય છે. પ્રીપેડ સિમ પર યૂઝર્સનું બિલ આવતું નથી. એટલે કે તેમને કોિ ટેરિફ પ્લાન દરેક વસ્તુ પહેલાથી જ નંખાવી પડે છે. બીજી બાજુ પોસ્ટ પેડ સિમ પર બિલ જનરેટ થાય છે.

જિઓ સિમનું બીલ જોવા માટે સૌથી પહેલા તમારે તમારા ફોનમાં માય જિઓ ઇન્સ્ટોલ કરવું પડશે. તમે આ એપ્લીકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રી ઇન્સ્ટોલ કરી શકો છો.

તમારા ફોનમાં માય જિઓ ઇન્સ્ટોલ કર્યા બાદ તેને ઓપન કરો. તમને અહીં ઘણી બધી એપ્લીકેશન જોવા મળશે. પરંતુ તમારે જિઓ એપ જ ઓપન કરવાની છે.

જિઓ એપ ઓપન કર્યા બાદ તમને સાઇન ઇનનો વિકલ્પ જોવા મળશે. અહીં નીચેની તરફ સ્કિપ સાઇન ઇનનું વિકલ્પ પણ હોય છે, તમે એની પર ક્લિક કરો.

સ્કિપ સાઇન ઇન પર ક્લિક કરવા પર તમે તમારી જાતે લોગઇન થઇ જશો. ત્યારબાદ અહીંયા પર તમને અનબિલ્ડ અમાઉન્ટ જોવા મળશે, જો તમારી જિઓ વેલકમ ઓફર એક્ટિવ છે તો બિલ અમાઉન્ટ 0 જોવા મળશે.

જો તમારા ફોનમાં રિલાયન્સ જિઓ વેલકમ ઓફર એક્ટિવ નથી તો જિઓ એપમાં તમને લેફ્ટ ટોપ પર મેન્યૂ પર ટેપ કરવું પડશે. ત્યારબાદ એક લિસ્ટ ઓપન થશે જેમાં ત્રીજા નંબર પર માય બિલ લખેલું હશે, એની પર ટેપ કરો.

ત્યારબાદ તમારી સામે આખા બિલની જાણકારી ઉપલબ્ધ થઇ જશે. અહીંયા પર તમને બિલની તારીખ સહીત ગત બિલની સાથે અન્ય કેટલીક જાણકારી પણ મળશે.

તમે ઇચ્છો તો જિઓ સિમના બિલને ડાઉનલોડ પણ કરી શકો છો. એના માટે જમણી બાજુ ટોપમાં ડાઉનલોડનો લોગો હોય છે. તમારે આ લોગો પર ક્લિક કરવાનું હોય છે. ત્યારબાદ બિલ ડાઉનલોડ થઇ જશે. જિઓ લાવશે 2 નવી ઓફરો.

રિપોર્ટસ અનુસાર જિઓ વેલકમ ઓફર 2 લોન્ચ કરવા જઇ રહી છે. આ ઓફર પણ 90 દિવસની હશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઓફર એ જ દિવસે લોન્ચ થશે જે દિવસે પહેલી વેલકમ ઓફર પૂરી થઇ જશે. આ નવી વેલકમ ઓફર હેઠળ 90 દિવસ માટે સર્વિસેજ ફરીથી ફ્રી કરી દેવામાં આવશે. યૂઝર્સ ડેટા, કોલ અને મેસેજનો ખૂબ ઉપયોગ કરી શકશે. આ સમાચાર આવ્યા બાદ યૂઝર્સની ઉત્સુક્તા જિઓ માટે વધારે વધી ગઇ છે. જિઓની નવી ઓફર નવા જિઓ કસ્ટમર્સ માટે હશે, જે 3 અથવા 31 ડિસેમ્બર બાદ રિલાયન્સ જિઓ સાથે જોડાશે.

You might also like