જાણો કઇ રીતે ઘરે બેઠા જ આધારકાર્ડમાં બદલો તમારૂ એડ્રેસ અને જન્મતારીખ

નવી દિલ્હી : જો ભુલથી તમે તમારા આધાર કાર્ડમાં ખોટી જન્મ તારીખ લખાઇ ગઇ છે. અથવા આધારમાં રહેલુ એડ્રેસ બદલવા માંગો છો. અથવા તમારૂ કાર્ડ બદલવા માંગો છો તો તમારે ગભરાવાની જરૂર નથી. તમારે ક્યાંય પણ લાંબી લાઇનોમાં ઉભા રહેવાની જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા તમારા આધારકાર્ડમાં ફેરફાર કરી શકો છે.

તમારે ઇન્ટરનેટ પર માત્ર 5 સ્ટેપ્સ ફોલો કરવાનાં છે અને તમારૂ આધારકાર્ડમાં કોઇ પણ સુધારો થઇ જશે. આધારકાર્ડ સંબંધિત કોઇ પણ કામ માટે યુઆઇડીની અધિકારીક વેબસાઇટ પર જાઓ. uidai.gov.in પર લોગ ઓન કરતા જ તમને અપડેટ આધાર કાર્ડ ડિટેઇલનું ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરતા અલગ અલગ વિંડોમાં એક પેજ ખુલશે. જેમાં આધારકાર્ડ સંબંધિત ફેરફાર કરવા માટે તમામ માહિતી અને નિયમ અપાયેલા છે. જ્યાં નીચે તમને અપડેટનું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.

તમામ માહિતી યોગ્ય ભર્યા બાદ તમારે તે ફોર્મ સબમીટ કરવાનું રહેશે. આ ફોર્મ સબમીટ કર્યા બાદ તમારે માંગેલા ડોક્યુમેન્ટ પણ એટેચ કરવાનાં રહેશે. આ ફોર્મ સબમીટ કર્યા બાદ તમે ભરેલી તમામ માહિતી દેખાશે. જે એકવાર ફરી ચેક કરો. અંતિમ ચરણમાં તમારે બીપીઓ સર્વિસ પ્રોઇઇડરનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. આ સબમિટ કરીને તમે તમારી રિકવેસ્ટ સેન્ડ કરો. ત્યાર બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર મેસેજ આવશે. આ મેસેજના આધારે તમે વેબસાઇટ પરથી તમારૂ નવું આધાર કાર્ડ કાઢી શકો છો.

You might also like