મધર્સ ડેને ખાસ બનાવવા માટે અપનાવી શકો છો આ ટિપ્સ

નવી દિલ્હી: મધર્સ ડે પર માં ને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તમે જરૂરથી કંઇકને કંઇક વિચારીને રાખ્યું હશે અને હજુ સુધી વિચાર્યુ ના હોય તો કોઇ ચિંતા નહીં. અમે તમને જણાવીએ છીએ અહીં કેટલીક ખાસ ટિપ્સ. જે તમારા મધર્સ ડેને સ્પેશિયલ બનાવશે.

1. એક પ્રેમભરી જપ્પી
માં આંખ ખોલે તે પહેલાં જ તેની સાથે જાઓ અને તેને જપ્પી આપીને હસીને મધર્સ ડે વિશ કરો. સવારમાં તમારો હસતું મોઢું જોઇને તેને દુનિયાની સૌથી મોટી ખુશી થશે.

2. મમ્મીને ઘરના કામથી છૂટ્ટી આપો
બહાર જતાં પહેલા તમે આખા ઘરને ફેલાવી દેતા હશો અને તમે પાછા આવો ત્યારે તમારી વસ્તુ એની જ જગ્યાએ હશે. પણ આજે તેને આ કામમાંથી છુટ્ટી આપી દો. તમે તમારા રૂમની જાતે જ સફાઇ કરો. તમારો રૂમ જોઇને ઇમોશનલ થઇ જશે.

3. જાતે ખાવાનું બનાવીને ટ્રીટ આપો
દરરોજ તમારી મમ્મી જ ખાવાનું બનાવતી હશે. પરંતુ આજે તમે પ્રયત્ન કરો કે તેને રસોડામાં જવાનો ચાન્સ આપો નહીં. તમે તમારી જાતે રસોઇ બનાવીને ખવડાવો.

4. મમ્મી માટે કંઇક ગિફ્ટ પણ ખરીદી લો
મમ્મીને એવી કંઇખ ગિફ્ટ આપો કે તેને ખબર પડે કે તમે તેને કેટલો પ્રેમ કરો છો.

5. ક્યાંક બહાર ફરવા લઇ જાવ
આજના દિવસે તેની ફેવરિટસ જગ્યા પર ફરવા લઇ જાવ. એક દિવસ માટે પણ તેને આ દિવસ ઘણો યાદ રહેશે.

You might also like