પ્રાઇવેટ પાર્ટનું કંઇક આ રીતે રાખો ધ્યાન

શરીરના બાકી અંગોની જેમ પ્રાઇવેટ પાર્ટની સાફ સફાઇ ખૂબ જરૂરી છે. પરંતુ સાફ સફાઇ બરોબર થાય નહીં તો ઇન્ફેક્શન અને કેટલીક જાતની બીમારીઓ થવાનું જોખમ રહે છે. લાપરવાહીના ખોટા પરિણામ સામે આવી જાય છે. જાણો તો તમે કેવી રીતે તમારા પ્રાઇવેટ પાર્ટનું ધ્યાન રાખશો તો સ્વસ્થ રહેશે અને ઇન્ફેક્શન થવાનું જોખમ રહેશે નહીં.

કેટલીક મહિલાઓ વેજાઇનાની સફાઇ અને ફ્રેશનેસ માટે કેટલાક એવા વેજાઇનલ ડાઉચિંગનો પ્રયોગ કરે છે. પરંતુ આ કોઇ રીતે સારું નથી. ઘણા બધા સંશોધન દ્વારા એવું જાણવા મળ્યું છે કે આવા પ્રકારના ડાઉજિંગ એજન્ટના પ્રયોગથી પીએચ લેવલમાં ગડબડ થઇ જાય છે. જેનાથી એચટીડીનું જોખમ રહે છે.

તેનાથી બચવા માટે સાદું અથવા નવશેકા પાણીથી સફાઇ કરશો તો પણ સારું છે.

કેટલીક વખત ફીટ અને કસોકસ અંડરગાર્મેન્ટસ પહેરવાથી પણ નુકસાન થાય છે. એટલા માટે હંમેશા કોટન અને ઢીલા કપડાં પહેરવા જોઇએ.

પ્યૂબિક એરિયાના વાળોથી છુટકારો મેળવવા માટે વેક્સિંગની જગ્યાએ ફક્ત ટ્રિમિંગ કરવાનું રાખો.

વેજાઇના અને તેની આસપાસ કોઇ ખુશબુદાર સાબુ અથવા સેન્ટનો પ્રયોગ બિલકુલ કરશો નહીં. આ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.

પીરિયડ્સ વખતે પેડ અથવા ટેમ્પૂનનો વધારે લાંબા સમય સુધી ઉપયોગ કરશો નહીં. 4 8 કલાકથી વધારે આ પેડ્સનો ઉપયોગ કરશો નહીં.

કેટલીક મહિલાઓ લુબ્રિકેશન માટે પેટ્રોલિયમ જેલનો ઉપયોગ કરે છે, જો કે તેવું કોઇ દિવસ કરવું જોઇએ નહીં. ઇન્ફેક્શનનું જોખમ બે ગણું વધી જાય છે.

You might also like