મોટી જાંઘને પાતળી કેવી રીતે કરશો?

જો તમારે તમારી જાંધ એટલે કે થાઇસને પાતળા કરવા હોય કે ચરબી ઓછી કરવી હોય તો ખૂબ ચાલવાનું રાખો. કેબ કે રીક્ષા કે કાર સેવાની જગ્યાએ ઓફિસથી ઘર ચાલતા આવો, આ ઉપરાંત લિફ્ટની જગ્યાએ સીડી ચઢવા ઉતારવાનું રાખો જેનાથી તમારી જાંઘને એક્સરસાઇઝ થાય છે. સાઇકલ ચલાવો. સાઇકલ ચલાવનારા લોકોના પગ બિલકુલ ટોન રહે છે. એટલે દિવસમાં એક વખત સાઇકલ જરૂરથી ચલાવો.

જો તમારે વજન ઉતારવું હોય તો માંસ ખાવાનું બંધ કરો. દોડવાથી પણ વજન ઘણું ઓછું થાય છે. જો તમને ટ્રેડ મિલ પર દોડવાથી પ્રોબ્લેમ હોય તો બહાર પાર્કમાં દોડો, જંક ફૂડનું સેવન બંધ કરો જાંઘ પર જામનાર ચરબી સેલ્યુલાઇટ થાય છે. જો કે ટ્રાંસ ચરબીમાંથી મળે છે એટલે તમારે વગર ટ્રાંસ ફેટ વાળું ડાઇટ કરવું જોઇએ.

પગને સુડોળ બનાવવા માટે દોરડા કૂદવા જરૂરી છે. બને તેટલું પાણી પીવો. પાણી પીવાથઈ તમારું પેટ ભરાઇ જાય છે. તેનાથી તમે ઓછું ખાશો અને તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર નિકાળવાનું કામ કરે છે. કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ સિમીત રાખો. જ્યારે તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો કાર્બોહાઇડ્રેડનું સેવન પણ ઓછું કરી દો. ફાઇબરથી ભરેલું ખાવાનું ખાવ જેમ કે સીરિયલ અને બ્રાઇન રાઇસ.

You might also like