નેલ પોલિશ લગાવવાના 6 સરળ સ્ટેપ

નેલ પોલિશ તમારા હાથને અને પગ પર સુંદર બનાવે છે. પરંતુ નખ ઉપર નેલપોલિશ લગાવતી વખતે ખરાબ રીતે લાગી જાય તો નખ અને હાથ ખરાબ લાગે છે, એટલા માટે અમે તમને જણાવીશું આ 6 સ્ટેપ જેના દ્વારા તમે નેલ પોલિશ સારી રીતે લગાવી શકશો.

નેલ પોલિશ લગાવતી વખતે ધ્યાનમાં રાખો કે જ્યારે તમારા નખ પૂરી રીતે સૂકાયેલા હોય ત્યારે જ નેલપોલિશ લગાવો. જો તમે ભીના નખ ઉપર નેલપોલિશ લગાવશો તો તે વધારે સમય સુધી ટકશે નહીં.

નેલ પોલિશ લગાવતાં પહેલા તમારા નખને શેપ આપવાનું ભૂલશો નહીં. તે સિવાય સારામાં સારી નેલ પોલિશ પણ તમારા હાથ સુંદર બનાવી શકશે નહીં.

નખને શેપ આપ્યા પછી સૌથી પહેલા નેલ પોલિશનો એક ટ્રાન્સપરન્ટ બેસ કોટ લગાવોનખના બે ભાગમાં પણ અલગ અલગ ભાગમાં એક એક કોટ લગાવો.

આ બેસ કોટ સારી રીતે સૂકાઇ ગયા પછી પોતાની પસંદની નેલ પોલિશનો રંગ લો અને જે રીતે ટ્રાન્સપરન્ટ નેલ પોલિશ બેસ કોટ નખ પર લગાવ્યો છે, તેવી જ રીતે તમારા કલરને પણ બેસ કોટ ઉપર લગાવો. જો તમારો રંગ આછો દેખાઇ રહ્યો છે તો પહેલો કોટ સૂકાઇ ગયા પછી નેલ પોલિશના કોટનો બીજો રંગ લગાવો.

જો તમારી નેલ પોલિશ નખની બહાર કિનારી પર લાગી ગઇ છે તો તેને ધ્યાનથી નેલ પોલિશ રિમૂવરથી સાફ કરી લો. તેનાથી તમારા હાથ ઉપર નેલોપોલિશ સ્વચ્છ દેખાશે.

હંમેશા સારી ક્વોલિટીની નેલપોલિશ લગાવો. જો તમારી નેલપોલિશ સારી નથી તો નેલ પોલિશ લગાવ્યા પછી તમારી આંગળીઓને બરફના પાણીમાં ડૂબાડો. તેનાથી તમારી નેલપોલિશ સારી રીતે સેટ થઇ જશે અને તેમાં સાઇનિંગ પણ રહેશે.

You might also like