આધારને લિંક કરવા અથવા સ્ટેટસ માટે આ છે રીત…જાણો

સૌથી વધારે સરકારી યોજનાઓનો ફાયદો લેવા માટે આધાર કાર્ડને તેની સાથે લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેની સાથે જ મોબાઇલ નંબર અને બેંક ખાતા સાથે લિંક કરવું જરૂરી છે. શું તમે આધાર લિંક કરવા માગો છો અથવા કોઇ માહિતી અપડેટ કરવા માગો છો, તો આ બધુ એક વેબસાઇટ પર જ કરી શકો છો. આધાર સાથે જોડાયેલા કોઇપણ પ્રશ્નો માટે તમે યૂનીક આઇડેટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ) ની વેબસાઇટ પર જઇ શકો છો. તમે https://uidai.gov.in/ પર જઇને આધાર સાથે જોડાયેલ કામ કરી શકો છે.

શું તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરવામા માગો છો અથવા આધારનું સ્ટેટસ જાણવા ઇચ્છો છો. તમે વેબસાઇટ પર જઇ તમે આ કામ આસાનાથી કરી શકો છે. તમારી નજીકમાં રજીસ્ટર્ડ એનરોલમેન્ટ સેન્ટર ક્યાં આવેલું છે, તેની જાણકારી પણ મળી શકશે. આ વેબસાઇટ પર તમને આધાર સાથે જોડાયેલ અલગ-અલગ સેવાઓ પરના ચાર્જ અંગેની જાણકારી પણ મળી જશે.

You might also like