Categories: India

ઉચ્ચ સંસ્થાઓ વચ્ચેનો ટકરાવ કેટલે અંશે યોગ્ય?

નોટબંધી બાદ દેશમાં હાલ અનેક બિનજરૂરી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ત્યારે શાસનના બે અંગ એવા કાર્યપાલિકા અને ન્યાયપાલિકા તેમના અહમની લડાઈમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં બે ઉચ્ચ સંસ્થાઓ વચ્ચેની ટકરાવને કેટલા અંશે યોગ્ય અને સાર્થક ગણી શકાય તેવા સવાલ પણ થઈ રહ્યા છે. આવો એક દોર દિવાળી આસપાસ થયો હતો. પરંતુ એક તબકકો હાલમાં જ પસાર થયો છે. હાઈકોર્ટમાં જજોની નિમણૂક માટે કોલેજિયમ પ્રણાલી હેઠળ જે નામોને જજ બનાવવાની ભલામણ કરવામાં આવી હતી તેમાં ૪૩ નામોને કેન્દ્ર સરકારે મંજૂરી આપી ન હતી. એક તો આટલા નામ કાપવાની બાબત અભૂતપૂર્વ હતી. પરંતુ ત્રણ દિવસ બાદ જ આ બાબતે જે નામ રદ કરાયાં હતાં. તે અદાલતે ફરી સરકાર સમક્ષ મોકલી આપ્યાં હતાં. તેથી સરકાર પાસે આ નામોને લટકાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. કારણ કોલેજિયમથી ફરી આવેલા નામ મંજૂર થવાના જ છે. હવે સરકાર આ મુદે વિલંબ કરી શકે છે. કારણ આ માટે શરત સાથે કોઈ સમય મર્યાદા નકકી થઈ નથી. તેથી જાહેર છે કે સરકાર પાસેથી નામ પરત લેવાનો મતલબ નામ પર પુનઃવિચાર કરવો અને સરકારનું મન જોઈને કેટલાંક ફેરફાર કરવાનું થાય છે.

જો જજની નિમણૂકની અદાલતની વર્તમાન વ્યવસ્થામાં સરકારની મરજીનું જરા પણ ધ્યાન રાખવામાં નહિ આવે તો સરકાર પાસે સીધી રીતે નામોની સ્પષ્ટતા કરવાની આશા રાખી નહિ શકીએ. આ સ્થિતિમાં આપણી હાઈકોર્ટોએ ઓછા જજ સાથે કામ કરવા મજબૂર બનવું પડશે. આ અગાઉ ટકરાવનો એક તબકકો સૌએ જોયો હતો. અને તેની ચર્ચા પણ થઈ હતી. પરંતુ આ વખતે તો નોટબંધીના ચકકરમાં કોઈને હોશ નથી. દિવાળીના એક દિવસ પહેલાં એક આયોજનમાં દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ટી.એસ.ઠાકુરે જ્યારે વડા પ્રધાન મોદીની હાજરીમાં હાઈકોર્ટના જજોની નિમણૂકનો મામલો ઉઠાવ્યો હતો અને અદાલતોમાં જજની અછતના મુદાને કાર્યપાલિકાની ઉપેક્ષા અથ‍વા અકર્મણ્યતા સાથે સંકાળાયેલો હોવાનું જણાવ્યું હતું

તે સમયે લાગતું હતું કે મોદી પણ કોઈ એવો જ જવાબ આપશે. પરંતુ તેમણે માત્ર સંયમ જ જાળવ્યો ન હતો પરંતુ જારી નિયુકિતની કોલેજિયમ પ્રણાલી તરફથી આવેલા નામોમાંથી સરકારને પસંદગીવાળાં નામોને આગલા દિવસે કિલયર પણ કરાવી દીધા. જસ્ટિસ ઠાકુરને જવાબ આપવાનું કામ ત્રણ દિવસ બાદ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કર્યુ‌ં હતું. તેમણે ન્યાયપાલિકાને તેમના જ તેવા નિર્ણયનું સન્માન કરવાની સલાહ આપી હતી. જે કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલી રાષ્ટ્રીય ન્યાયિક નિયુકિત પંચને નામંજૂર કરતાં આપી હતી. પ્રસાદે જણાવ્યું હતું કે અમે એવા નિર્ણયનું સન્માન કર્યું છે તો ન્યાયપાલિકાઅે પણ પૂરી વિનમ્રતાથી તેને માની લેવો જોઈએ. પરંતુ ત્યારબાદ તેમણે જે કંઈ પણ કહ્યું તેની સાથે સહમત બનવું થોડું મુશ્કેલ હતું. તેમણે એમ પણ જણાવ્યું કે અદાલતોમાં જજોનો એવો કોઈ ઘટાડો થયો નથી કે તેના કારણે આવો ઉહાપોહ કરવામાં આવી રહ્યો છે.

રવિશંકર પ્રસાદ ભલે આ બાબતે ગમે તેવી વાત કરે પણ જજોની અછત છે તે વાત સાચી છે. કારણ મોદીનાં શાસનમાં જજોની નિમણૂક પ્રણાલીમાં સુધારાના નામે જે પ્રક્રિયા શરૂ થઈ છે તેને ન્યાયપાલિકાએ તેના કામકાજમાં દખલગીરી સમાન ગણાવી છે. આ અંગે પંચ બનાવી કાર્યપાલિકાના સહમતિ સાથે જ નિયુકત કરેલી નવી વ્યવસ્થા લાવવા માગી તેને દસ મહિના પહેલા સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યવાળી બેન્ચે ફગાવી દીધી હતી. હકીકતમાં જ્યારે પંચ બનાવવાની તૈયારી ચાલતી હતી ત્યારે પણ આ વિવાદ ચાલુ હતો અને જજોની નિમણૂક ઓછી જ થઈ હતી ત્યારે આ મામલે દેશની બે ઉચ્ચ સંસ્થાઓ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેને કેટલે અંંશે યોગ્ય ગણવો?

home

Navin Sharma

Recent Posts

પ્યાર મેં ધોખાઃ પ્રેમિકાને બદનામ કરવા કોન્સ્ટેબલે અશ્લીલ ફોટાનો સહારો લીધો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બાર વર્ષ સુધી ડિવોર્સી મહિલા સાથે લિવ ઈન રિલેશનમાં રહ્યા બાદ પોલીસ કર્મચારીએ તેના બીભત્સ ફોટોગ્રાફની પ્રિન્ટ…

12 hours ago

1 ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીમાં 10 ટકા સવર્ણ અનામતનો લાભ મળશે

(એજન્સી) નવી દિલ્હી: સામાન્ય શ્રેણીના આર્થિક રીતેે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ)ના લોકોને ૧ ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ…

14 hours ago

…તો ઇજાગ્રસ્ત પેસેન્જર મુંબઇના બદલે કોલકતા પહોંચી ગયો હોત

(અમદાવાદ બ્યૂશ્રરો) અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯ની ઇવેન્ટમાં હાજરી આપવા આવેલા મુંબઇના પ્રવાસીને પાછા ફરતી વખતે અન્ય ફલાઇટમાં બેસાડી દેવાતાં…

14 hours ago

Ahmedabadમાં 800 કરોડના ખર્ચે નવાં આઠ મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ બનાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દેશના ગોવા જેવા રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા આગામી નાણાકીય…

14 hours ago

પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના સભ્યો આમને સામનેઃ ત્રણ ઘાયલ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલમાં ગઇ કાલે સાંજે પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના બે સભ્યો વચ્ચે લોહિયાળ જંગ ખેલાતાં સમગ્ર…

14 hours ago

નંબર પ્લેટ વિના ફરતા નવાં વાહનો પર RTOની તવાઈ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વિના નવા ફરતા વાહનો પર રોક લગાવવા માટે આરટીઓએ ડીલરો સામે…

15 hours ago