કેટલી વાર સુધી હાથ ધોવા જોઈએ? જવાબ છે ૪૫ સેકન્ડ

ક્યાંક પણ બહારથી ઘરે પહોંચ્યા પછી, જમતાં પહેલાં, જમ્યા પછી એમ અવારનવાર હાથ ધોતા રહેવું જોઈએ એવું કહેવાય છે. અાજકાલની જાહેરાતમાં ઝટપટ હાથ ધોઈને સાફ કરી નાખતા સાબુ ગોટી કે લિક્વિડ સોપની હિમાયત કરવામાં અાવે છે. બેઝિક હાઈજિન જાળવવા માટે કેટલા સમય સુધી હાથ મસળવામાં અાવે તો એ જર્મ-ફ્રી થાય એ બાબતે હજી કોઈ એકમત નથી સધાયો. લંડનમાં થયેલા ઈન્ટરનેશનલ લોન્જિવિટી સેન્ટરના સેમિનારમાં એન્ટિ-બાયોટિક રેઝિસ્ટન્સની સમસ્યાની ચર્ચા વખતે ડોક્ટરોની એક ટીમનું કહેવું હતું કે મોટા ભાગના લોકો પૂરતો સમય સુધી હાથ મસળીને સાફ કરવાની અાદત નથી ધરાવતા. અપૂરતી ચોખ્ખાઈને કારણે વારંવાર ઈન્ફેક્શન થાય છે.

You might also like