પાણી કેટલું પીવું જોઇએ?

પાણી શરીરનું મુખ્ય રસાયણિક તત્વ છે અને માનવ શરીરના વજનના 60 ટકા ભાગ પાણીથી બનેલો હોય છે. દરેક શારિરીક ક્રિયા માટે પાણીની જરૂર હોય છે, જેમકે મહત્વના અંગોમાંથી ટોક્સિન્સને બહાર નીકાળવું, કોશિકાઓ સુધી પોષક તત્વોને પહોંચાડવા, કાન, નાક અને ગળાને મુલાયમ કરવાનું કામ પાણી કરે છે.

પાણીની કમીના કારણે શુષ્કતાના સમસ્યા થઇ જાય છે, એટલે સુધી આના હલકા રૂપમાં પણ શરીરમાંથી પોષક તત્વો બહાર નીકળી જાય છે અને થાક લાગી શકે છે.

આ છે સાચું પ્રમાણ: શ્વાસ લેવો, પસીના દ્વારા, યૂરિન અને પેટની ક્રિયાઓ દરમિયાન પાણીનો વ્યય થાય છે. શારિરીક ક્રિયાઓ સાચી રીતે પૂરી થાય તે માટે પાણીનીન જરૂરિયાત પડે છે. જે એવા ખાદ્યપદાર્થો દ્વારા પૂરી થઇ શકે છે જેમનાં પૂરતાં પ્રમાણમાં પાણી હોય. સંતુલિત વાતાવરણમાં રહનારા પુરુષોને એક દિવસમાં લગભગ 13 કપ એટલે કે 3 લીટર પાણી પીવું જોઇએ અને મહિલાઓને કુલ 9 કપ એટલે કે 2.2 લીટર પાણીની જરૂરિયાત હોય છે.

8 ગ્લાસ પાણીનો પ્રયોગ
8 ગ્લાસ પાણી લગભગ 1.9 લીટરના બરોબર હોય છે જે સંતુલિત વાતાવરણમાં રહેનારા લોકોની દરેક દિવસની આવશ્યક્તા ડોઝના લગભગ બરાબર છે કારણ કે આ આંકડા યાદ કરવા માટે યોગ્ય છે એટલે 8 ગ્લાસનો કન્સેપ્ટ એટલો લોકપ્રિય બની ગયો છો.

You might also like