કેટલી ઉંમરની વ્યક્તિને કેટલા કલાકની ઉંઘ જરૂરી?

નવી દિલ્હી: શરીરને ફીટ રાખવા માટે ઊંઘ મહત્વનો ભાગ ભજવે છે. એક વ્યક્તિએ ઓછામાં ઓછી 7-9 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. જો તમે રાતે મોડા સૂઇ જાવ છો અને સવારે વહેલા ઊઠો છો તો તે તણાવ માટે જવાબદાર છે. તેનાથી આરોગ્ય પર પ્રભાવ પડે છે. સમયસર ઊંઘવું અને સમયસર ઊઠી જવું તે આરોગ્ય માટે ઘણું ફાયદાકારક છે. જરૂરીયાત કરતાં ઓછું સૂવું અને જરૂરીયાત કરતાં વધારે સૂવું બંને આરોગ્ય માટે ખતરનાક છે. તે માટે સંતુલિત ઊંઘ લેવી જોઇએ. જો કે સમયસર સૂવું પર્યાપ્ત અને શ્રેષ્ઠ હોય છે. ચલો જાણીએ કેટલી ઉંમરની વ્યક્તિએ કેટલી ઊંઘ લાવી જોઇએ.

નવજાત (3-11 મહિના): ઓછામાં ઓછી 14-15 કલાકની ઊંઘ જરૂરી છે.
નાના બાળકો(12-35 મહિના): 12-14 કલાકની ઊંઘ જરૂરી છે.
બાળકો(3-6 વર્ષ): 11-13 કલાકની ઊંઘ જરૂરી છે.
સ્કૂલના બાળકો(6-10 વર્ષ): 10-11 કલાકની ઊંઘ જરૂરી છે.
કિશોર(11-18 વર્ષ): 9.25 કલાકની ઊંઘ જરૂરી છે.
વ્યસ્ક: ઓછમાં ઓછી 8 કલાકની ઊંઘ જરૂરી છે.
ઘરડાંઓને તેનાથી ઓછી ઊંઘની જરૂર હોય છે.

You might also like