Israelની મોસાદે માત્ર છ કલાકમાં Iranનાં ન્યૂક્લિયર સિક્રેટ્સ ચોર્યાં હતાં

તેલ અ‌િવવ: ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે ઈરાનના પરમાણુ કાર્યક્રમો સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ કેટલાક સમય પહેલાં રાતના અંધારામાં ચોરી લીધા હતા. મોસાદ એજન્ટ્સને ખબર હતી કે તેહરાનમાં ગોડાઉનમાં ઘૂસતાં પહેલાં એલાર્મને નિષ્ક્રિય કરવાં, બે દરવાજાને પાર કરીને એક ડઝન ભરીને તિજોરીઓનાં તાળાં તોડીને તેમાં રહેલા જાસૂસી દસ્તાવેજ કાઢવામાં કેટલો સમય લાગશે. આ બધું કરવામાં તેમને કુલ ૬ કલાક ને ર૯ મિનિટનો સમય થયો.

એક વર્ષ સુધી ગોડાઉનની સુરક્ષા કર્યા બાદ ઈઝરાયલને એ વાતની ખબર પડી ગઈ હતી કે ઈરાની ગાર્ડ મોર્નિંગ શિફ્ટમાં સવારે સાત વાગ્યે આવે છે. એજન્ટ્સને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા કે તેઓ સવારના પ વાગ્યા સુધી જ કોઈ પણ કિંમતે ગોડાઉનમાંથી નીકળી જાય, જેથી કરીને તેમની પાસે ભાગવા માટે પૂરતો સમય ઉપલબ્ધ રહે.

એક વાર ઈરાની અધિકારીઓ ગોડાઉનમાં પહોંચ્યા પછી તેમને ખબર પડી જશે કે દેશના ગુપ્ત ન્યૂક્લિયર આર્કાઈવને ચોરી લેવામાં આવ્યા છે, જેનાથી પરમાણુ હથિયારો પર કરવામાં આવેલાં કામ, તેમની ડિઝાઈન અને પ્રોડક્શન પ્લાન વિશે વર્ષોનાં લેખાં-જોખાં છે.

૩૧ જાન્યુઆરીની રાતે ઈઝરાયલી એજન્ટ ટોર્ચની સાથે ગોડાઉન પર પહોંચ્યા હતા. એ ટોર્ચ ૩૬૦ ડિગ્રી પર સળગી રહી હતી. ઓપરેશનના પ્લાનિંગ દરમિયાન જ એજન્ટને એ ખબર હતી કે તેમણે ૩ર ઈરાની તિજોરીઓ તોડવાની છે પણ તેમણે અનેકને તો સ્પર્શ પણ ન કર્યો અને સૌથી પહેલાં એ તિજોરીને જ તોડી, જેમાં મહત્ત્વપૂર્ણ ડિઝાઈન હતી. સમય પૂરો થતાં જ આ એજન્ટ્સ સીમા તરફ ભાગ્યા અને પોતાની સાથે ૫૦ હજાર પાનાં, ૧૬૩ મેમોઝવાળી કોમ્પેક્ટ ડિસ્ક, વીડિયો અને પ્લાન લઈ ગયા.

એપ્રિલની આખરમાં ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જાણકારી આપ્યા પછી આ ચોરીમાંથી મળેલાં પરિણામો વિશે ઘોષણા કરી. તેમણે કહ્યું કે આ એક કારણ છે, જેના કારણે ટ્રમ્પને વર્ષ ર૦૧પમાં થયેલા ઈરાન પરમાણુ સમજૂતીથી બહાર થઈ જવું જોઈએ.

તેમણે કહ્યું કે આ દસ્તાવેજોથી ઈરાનની છેતરપિંડી અને તેનો બીજી વાર બોમ્બ બનાવવાનો ઈરાદો દુનિયાની સામે છે. કેટલાક દિવસ પછી ટ્રમ્પે ઈરાન સમજૂતીથી અલગ થવાનું એલાન કર્યું હતું. ગત અઠવાડિયે ઈઝરાયલની સરકારના આમંત્રણ પર ત્રણ રિપોર્ટરે આ દસ્તાવેજો જોયા, એમાંથી એક ન્યૂયોર્ક ટાઈમ્સનો રિપોર્ટર પણ હતો.

આ દસ્તાવેજોથી સ્પષ્ટ છે કે ભલે ઈરાન કહે કે તે શાંતિપૂર્ણ ઉદેશો માટે પરમાણુ કાર્યક્રમ પર કામ કરી રહ્યું છે પણ તે ઘણા સમયથી પરમાણુ બોમ્બ બનાવવાની દિશામાં કામ કરી રહ્યો છે.

You might also like