હવે તમે પણ મેળવી શકશો 48 કલાકમાં PAN CARD, અપનાવો આ ટિપ્સ

નોટબંધી બાદથી દેશમાં પાનકાર્ડ અને કેવાઇસી ફોર્મ માટે લોકો ઝડપથી જાણકારી મેળવી રહ્યા છે, કારણ કે બેકિંગ માટે હવે પાનકાર્ડ અને કેવાઇસી બંને જરૂરી છે. પાનકાર્ડ વગર તમારું ખાતું તો ખોલી શકાય છે લેણદેણ કરવા પર બેંક તમારી પાસેથી પાનકાર્ડ ડિટેલ્સની જાણકારી માંગી શકે છે એવી જ રીતે કેવાઇસી ફોર્મ પણ છે જેમાં તમારે તમારી પૂરી માહિતી આપવી પડે છે. જો તમારી પાસે પાનકાર્ડ નથી તો અમે તમને જણાવીશું સરળ રીતો જેનાથી તમે ઓનલાઇન આવેદન કરીને માત્ર 48 કલાકમાં પોતાનું પાનકાર્ડ મેળવી શકો છો.

શું છે પાનકાર્ડ
પાનકાર્ડનો પૂરો અર્થ છે પરમેનેન્ટ અકાઉન્ટ નંબર. પાનકાર્ડ એક ઓળખપત્ર છે, જેમાં પ્રત્યેક કાર્ડધારી માટે 10 આંકડા વાળો એક અલ્ફા ન્યુમેરિક નંબર આપવામાં આવે છે. એને ભારતના નાણાંમંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવે છે અને ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે પાન નંબરની જાણકારી આપવી જરૂરી છે. આ ઉપરાંત પાનનો ઉપયોગ બેંકમાં અકાઉન્ટ ખોલાવા, પાસપોર્ટ બનાવવા, ટ્રેનમાં ઇટિકીટની સાથે યાત્રા કરતી વખતે ઓળખપત્રના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.

પાનકાર્ડ માટે અરજી કેવી રીતે કરશો?
પાનકાર્ડ બે રીતે તમે બનાવી શકો છો. તમે ઓનલાઇન અરજી કરીને પાનકાર્ડ મંગાવી શકો છો અને ઓફલાઇન અરજી કરીને પાનકાર્ડ માટે અપ્લાય કરી શકો છો.

પાનકાર્ડ માટે ઓનલાઇન આવેદન
પાનકાર્ડના ઓનલાઇન આવેદન માટે તમે સૌથી પહેલા http://hindi.goodreturns.in/classroom/2016/12/how get pan card within two days/slider pf1910 000928.html લિંક પર જાવ, આ લિંક પર ગયા બાદ તમને એક ફોર્મ જોવા મળશે જ્યાં તમારે તમારી જાણકારી આપવી પડશે. એના માટે તમને કોલમ આપવામાં આવી હશે જેમાં તમારે માહિતી ભરવી પડશે.

સબમિટ કરો
ફોર્મ ભરાઇ ગયા બાદ તમને નીચે એક વધારે બોક્સ જોવા મળશે જેમાં તમારે કેપ્ચ અક્ષરોમાં ટાઇપ કરવું પડશે. કેપ્ચે અક્ષરોને એવી રીતે ટાઇપ કરો જેવી રીતે એ લખેલા છે.

સાચી જાણકારી આપો
હવે તમને એવો વિકલ્પ જોવા મળશે જેમાં તમે કેવાઇસી ફોર્મનો વિકલ્પ પસંદ કરીને ઝડપથી ફોર્મ ભરી શકો છો. આ ઉપરાંત બીજો વિક્લપ પણ પસંદ કરી શકો છો. પાનકાર્ડનું ફોર્મ ભરતી વખતે દરેક જાણકારી સાચી આપો કારણ કે ભવિષ્યમાં તમારે કોઇ પણ પ્રકારની સમસ્યા ના થાય.

ફોર્મ ટાઇપ પસંદ કરો
પાનકાર્ડનું ફોર્મ ઓનલાઇન ભરતી વખતે તમે ફોર્મ ટાઇપ પસંદ કરી શકો છો જેમાં ડીજીટલ સહી સાથે અને ડિજીટલ સહી વગરનું પણ ફોર્મ પસંદ કરી શકો છો.

પાનકાર્ડનું ફોર્મ ભર્યા બાદ તમે દરેક જાણકારી તપાસી લો સાથે ત્યારબાદ તમે નીચે આપેલ કન્ફર્મ બટન પર ક્લિક કરો. આ પહેલા તમને એક કેપ્ચે નંબર આપવામાં આવશે જેનાથી તમારે આપેલા બોક્સમાં એવી જ રીતે ટાઇપ કરવું પડશે. ત્યારબાદ તમને એક્નોલેટમેન્ટ નંબરની સાથે તમને એક ફોર્મ મળશે. એક્નોલેટમેન્ટનો નંબરની પ્રિન્ટ નિકાળી લો કારણ કે આ નંબર તમારી પાસે સુરક્ષિત રહે.

આખું ફોર્મ ભરાઇ ગયા બાદ દસ્તાવેજોની ડિજીટલ પ્રતિ તમારે અપલોડ કરવી પડશે. દેખાડવામાં આવેલા ડોક્યૂમેન્ટ અપલોડ કર્યા બાદ તમે ફોર્મ સબમિટ કરી શકો છો. આ ઉપરાંત ભરાયેલા ફોર્મની પ્રિન્ટઆઉટ લઇને નજીકની પાનસર્વિસ સેન્ટરમાં જમા કરી શકો છો.

પાનકાર્ડનું ફોર્મ ભરાઇ ગયા બાદ તમને 105 રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ફોર્મને જમા કરવું પડશે. ફોર્મ લખેલું એડ્રેસ એક વખત ચેક કરી લો અને પછી ફોર્મને પોસ્ટ કરી દો. ત્યારબાદ આશરે 12 15 દિવસમાં ફોર્મ અને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થશે જેના બે દિવસ બાદ તમને તમારું પાનકાર્ડ મળી જશે.

ઘણી વખત લોકો પરેશાનીથી બચવા એજન્ટ દ્વારા પાનકાર્ડનું ફોર્મ જમા કરે છે એના માટે થોડા વધારે રૂપિયા આપવા પડે છે. અહીં અમે તમને કહેવા માંગીએ છીએ જો તમે આ કામ પોતે કરશો તો એનાથી તમારા પૈસા પણ બચશે અને બેકિંગ પ્રક્રિયાનો તમારો અનુભવ પણ વધશે સાથે તમે પૂરી પ્રક્રિયા જાણ્યા બાદ તમે બીજા લોકોને પણ સરળતાથી સમજાવી શકશો.

You might also like