મહિલાઓ કેવી રીતે કરે છે Condom નો ઉપયોગ ?

અત્યાર સુધી તમે પુરુષોને કોન્ડમનો ઉપયોગ કરતાં સાંભળ્યું હશે અથવા જોયું હશે પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓ પણ કોન્ડમનો ઉપયોગ કરે છે. જી હાં આ સાચું છે કે મહિલાઓ પણ કોન્ડમનો ઉપયોગ કરે છે.

એક સર્વે રિપોર્ટમાં એવું માનવામાં આવ્યું છે કે અમેરિકામાં લગભગ 91 ટકા મહિલાઓ છે જે ફીમેલ કોન્ડમનો ઉપયોગ કરે છે. જો આપણે ભારતની વાત કરીએ તો અહીંયા મહિલાઓ મોટાભાગે કોન્ડમનું નામ સાંભળીને હેરાન થઇ જાય છે. પરંતુ હવે તો ભારત પણ આ માનસિકતામાંથી બહાર આવી રહ્યું છે અને મહિલાઓ પણ કોન્ડમના ઉપયોગ પ્રત્યે સચેત રહેવા લાગી છે.

મહિલાઓ પોતાના કોન્ડમમાં પુરુષોના કોન્ડમની સરખામણીએ વધારે આરામ મહેસૂસ કરે છે. મહિલા કોન્ડમ પોલિયુરેથેનનું બનેલું હોય છે જે પુરુષના કોન્ડમ કરતાં ખૂબ પાતળું હોય છે. આ કોન્ડમની પરત એટલી પાતળી હોય છે કે મહિલાઓ સંભોગ દરમિયાન ગરમીને મહેસૂસ કરે છે. મહિલાઓ માટે જે કોન્ડમ બનાવવામાં આવ્યું છે એની લંબાઇ લગભગ 6.5 ઇંચ હોય છે. જ્યારે મહિલા એ પહેરે છે તો એમનો પ્રાઇવેટ પાર્ટ ઢંકાઇ જાય છે. જેનાથી સ્ત્રીઓને ગર્ભધારણ થતું નથી અને કોઇ પણ પ્રકારની બીમારી થતી નથી.

જ્યારે પુરુષનું કોન્ડમ લેટેક્સનું બનેલું હોય છે જેમાં એલર્જીની સંભાવના વધારે રહે છે. પરંતુ વાત કરીએ મહિલા કોન્ડમની તો એમાં કોઇ પણ પ્રકારની એલર્જીની સંભાવના રહેતી નથી. તમને એ જાણીને હેરાની થશે કે કોન્ડમનું પહેલું મોડલ 1993માં માર્કેટમાં આવ્યું હતું અને ત્યારબાદ 2007 અને 2009માં અન્ય મોડલ આવ્યા. હાલમાં 3 પ્રકારના ફીમેલ કોન્ડમ માર્કેટમાં ઉપલબ્ધ છે. પરંતુ હાલના સમયમાં જ્યારે પણ કોન્ડમનું નામ સામે આવે છે તો શરમના કારણે એનાથી દૂર ભાગે છે.

http://sambhaavnews.com/

You might also like