ટ્રમ્પ માટે બીજિંગે કેવી રીતે કંટ્રોલ કર્યું સ્મોગ?

બીજિંગ: દેશની રાજધાની છેલ્લા ત્રણ દિવસથી સ્મોગની ઝપટમાં છે. એક અઠવાડિયા પહેલાં ચીનના બીજિંગ શહેરમાં પણ અાવી જ હાલત હતી. સ્મોગનું લેવલ અત્યંત વધી ગયું હતું. ખતરનાક પોલ્યુશન લેવલને જોતાં ત્યાંની એન્વાયરન્મેન્ટ મિનિસ્ટ્રીઅે ૪ નવેમ્બરે અોરેન્જ એલર્ટ જારી કર્યું હતું. અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બીજિંગની મુલાકાતે અાવવાના હતા. તેમના પ્લેને બુધવારે બીજિંગમાં સ્વચ્છ અાકાશમાં લેન્ડિંગ કર્યું.

ટ્રમ્પની મુલાકાત પહેલાં ઇમર્જન્સી એક્શનના કારણે બીજિંગમાં પોલ્યુશન ૨૦ ટકા સુધી ઘટાડાયું. સ્મોગ સામે લડવા માટે પોલ્યુશન ફેલાવનારા પ્રાઈવેટ વિહિકલ્સની બીજાં શહેરોમાંથી બીજિંગમાં એન્ટ્રી બંધ કરાઈ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પર ભાર અપાયો.
પ્રદૂષણને ધ્યાનમાં રાખતાં લગભગ ૨૦૦૦ કન્સ્ટ્રક્શન સાઈટની તપાસ કરાઈ. ત્યાંથી ડસ્ટ પા‌િર્ટકલન્સને કંટ્રોલ કરાયા. સિમેન્ટ, સ્ટીલ અને કોલસા ફર્મના પ્રોડક્શન પર પણ થોડા દિવસ સુધી પ્રતિબંધ મુકાયો. ડસ્ટ પા‌િર્ટકલ્સની અસર ઘટાડવા માટે ખાસ પ્રકારની એન્ટિ સ્મોગ ગનનો ઉપયોગ કરાયો. તેનાથી હવામાં સ્પ્રે કરવામાં અાવે છે, જેથી ડસ્ટ પા‌િર્ટકલ્સ પાણીના ફુવારા સાથે જમીન પર અાવી જાય.

દિલ્હીમાં શા કારણે વધ્યું પ્રદૂષણ
ધ એનર્જી રિસોર્સીસ એન્ડ ઇ‌િન્સ્ટટ્યૂટના એસોસિયેટ ડિરેક્ટર સુમિત શર્માઅે જણાવ્યું કે એગ્રિકલ્ચરલ બ‌ર્નિંગ પર પ્રતિબંધ મુકાયો નથી. નવેમ્બરમાં દર વર્ષે પંજાબ, હરિયાણામાં ક્રોપ બ‌િર્નંગ જોવા મળે છે. દિલ્હીમાં ૧૦ હજારથી વધુ બસની જરૂર છે, પરંતુ સરકાર પાસે માત્ર ૩,૦૦૦ બસ છે. તેથી લોકો પ્રાઈવેટ વાહનોને વધુ પ્રીફર કરે છે.

You might also like