500 અને 100ની નોટ બંધ થવાથી ગરીબો અને મધ્યમવર્ગના લોકોને થશો મોટો ફાયદો

અમદાવાદ : વડાપ્રધાન મોદીની તરફથી 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત બાદ આર્થિક વિશેષજ્ઞો આ નિર્ણયની સમીક્ષા કરી રહ્યા છે. જાણકારોનાં અનુસાર આ નિર્ણયથી ગરીબ, મધ્યમ વર્ગ અને નોકરીયાત લોકોને ફાયદો થશે. આના કારણે રિયલ એસ્ટેટની કિંમતોમાં ઘટાડો આવશે. ઉચ્ચ શિક્ષણ પણ સામાન્ય વ્યક્તિની પહોચમાં આવશે.

ઘણી વખત આપણે કરોડો રૂપિયાની નોટો લોકોનાં ઘરના વરંડામાં પડેલી હોવાનાં સમાચાર સાંભળતા હોઇએ છીએ. આ નિર્ણયનાં કારણે એક તરફ સરકારની રેવન્યુમાં વધારો થશે. બીજી તરફ બ્લેક મની વાઇટ ઇકોનોમીનાં વર્તુળમાં લાવવામાં પણ મદદ મળશે. આટલું જ નહી ભ્રષ્ટાચારની વિરુદ્ધની લડાઇમાં પણ આ નિર્ણયને મહત્વનો માનવામાં આવશે.

હાલ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો પોતાની જાહેર નહી કરાયેલી આવકને રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ કરીને પોતાની જાતને સાફ રાખવાનાં પ્રયાસો કરતા હોય છે. જો કે આ નિર્ણ બાદ આ લોકો રોકડ રકમ પણ ચુકવી નહી શખે. એવામાં પ્રોપર્ટીની કિંતમાં ઘટાડો આવશે અને ગરીબો માટે મકાનનું સપનું સરળ બનશે.

ઉપરાંત હાયર એજ્યુકેશન એવું સેક્ટર છે જ્યાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો પોતાના નાણા લગાવે છે. કેપિટેશન ફીસનાં કારણે ઉચ્ચ શિક્ષણ સામાન્ય લોકોની પહોંચથી દુર થઇ ચુક્યું હતું. આ નિર્ણયથી ઉચ્ચ શિક્ષણનાં મુદ્દે પણ સમાનતાની સ્થિતી આવી શકશે. કારણ કે બિનકાયદેસર રોકડ લેવડ દેવડ નહી થઇ શખે. આટલું જ નહી મોંધવારી પર પણ લગામ લગાવી શકાશે.

You might also like