ઘરે બેઠાં જ સુંદરતા વધારવા માટે આ રીતે કરો ચણાના લોટનો ઉપયોગ

જો તમે સુંદરતા વધારવા માટે પાર્લર જતા હશો તો તમને ખબર હશે કો પાર્લરની અસર થોડાક સમય માટે જ રહે છે, અને થોડાક દિવસ પછી તમારા ચહેરા પર તેની સાઈડ ઈફેક્ટ્સ પણ જોવા મળતી હશે. પરંતુ તમે નહીં જાણતા હોવ કે તમારા કિચનમાં જ હાજર ચણાનો લોટ માત્ર કઢી બનાવવા માટે નહીં પણ સ્કિન માટે પણ ઘણો ઉપયોગી છે.

આ રીતે કરો ઉપયોગ:
ચણાનો લોટ, દૂધ અને મધની પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો. આ પેક મોઈશ્ચરાઈઝરની જેમ કામ કરશે અને ચહેરાની રંગત પણ નીખરશે.

ડ્રાય સ્કિનથી બચવા માટે કેળાના પલ્પમાં મધ અને ચણાનો લોટ મિક્સ કરીને ચહેરા પર લગાવો. આનાથી ડ્રાઈ સ્કિનથી છૂટકારો મળશે.

જો ફેશિયલ જેવો નિખાર જોઈતો હોય તો ચણાના લોટમાં ખીરાનો રસ મિક્સ કરીને લગાવો.

ચણાનો લોટ અને હળદર મિક્સ કરીને લગાવવાથી ચહેરાનો રંગ પણ ઉઘડશે.

સ્કિનની ટેનિંગથી બચવા માટે ચણાના લોટને દહીંમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ પેક સનસ્ક્રીનનું કામ કરે છે.

ઈંડાના સફેદ ભાગમાં એક ચમચી ચણાનો લોટ મિક્સ કરીને ચહેરા પર લગાવો. આનાથી ચહેરાના ડાઘ-ધબ્બા દૂર થાય છે.

બદામને પલાળીને પીસી લો. હવે તેમાં એક-બે ટીપા લીંબુનો રસ અને ચણાનો લોટ મિક્સ કરીને ચહેરા પર લગાવો. થોડાક જ દિવસમાં અસર દેખાશે.

You might also like