યોગેન્દ્રસિંહ યાદવનાં અદમ્ય સાહસ ગાથા કે જેને જનરલે પોતે આલેખવી પડી

નવી દિલ્હી : આખુ હિન્દુસ્તાન આજે કારગીલ યુદ્ધમાં ભારતનાં ભવ્ય વિજયની ઉજવણી કરી રહ્યું છે. સાથે સાથે સમગ્ર દેશમાં યુદ્ધમાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી પણ પાઠવવામાં આવી રહી છે. બીજી તરફ 17માં વિજય દિવસ પ્રસંગે મોદી સરકારમાં મંત્રી અને પુર્વ લશ્કરી વડા જનરલ વી.કે સિંહે ફેસબુક પર એક રણબંકા વીર શહિદની વાત પોસ્ટ કરી છે જે હાલ વાઇરલ થઇ છે. તેમાં તેમણે પરમવીર ચક્રવિજેયા ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવની બહાદુરીનાં કિસ્સાને ટાંક્યો છે.
વી.કે સિંહની પોસ્ટ
શ્રી અટલ બિહારી વાજપેયી જ્યારે પાડોશી દેશ સાથે મિત્રનો હાથ લંબાવી રહ્યા હતા. ત્યારે પાડોશી દેશનાં મનમાં કાંઇક અલગ જ ચાલી રહ્યું હતું. લોકો ઘણીવખત કહેતા હોય છે કે પાડોશી સાથે તો સારા સંબંધ હોવા જોઇએ. એવું નથી કે આપણે શાંતી નથી ઇચ્છતા.

શિયાળામાં જ્યારે એલઓસી પરથી ભારત અને પાકિસ્તાનની સેના અત્યંત વિષય પરિસ્થિતીઓનાં કારણે પીછેહઠ કરે છે. શિયાળો પુરો થયા બાદ ફરીથી પોતપોતાનાં સ્થાને આવી જાય છે. 1998નાં શિયાળામાં ભારતીય સેનાનાં હટ્યા બાદ પાકિસ્તાની સેના અને તેનાં સહયોગી આતંકવાદીઓએ ભારતીય સીમાની અંદર આવેલી પર્વતીય ટોચ પર જઇ બેઠા. તે ઉંચાઇએ પહોંચી જવાનાં કારણે દુશ્મનોને એક અજેય કિલ્લા જેવી સુવિધા પ્રાપ્ત થઇ ગઇ હતી. નીચેથી ઉપર હૂમલો શક્ય નહોતો. જ્યારે તેઓ માત્ર એક પથ્થર પણ મારે તો ભારતીય જવાન ઘાયલ થઇ જાય તેવી પરિસ્થિતી હતી.

ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ ભારતીય સેનાનાં 18 ગ્રેનેડિયરનો એક હિસ્સો હતા. ઘાતક કમાન્ડો પલટનનાં સભ્ય ગ્રેનેડિયર યાદવને ટાઇગર હિલનાં ત્રણ અતિમહત્વનાં બંકરો પર કબ્જો કરવા માટેની જવાબદારી સોંપાઇ હતી. સામેથી ચડવું અશક્ય હતું. યોજનાં હતી કે 18000 ફઉટની ઉંચાઇવાળી ટાઇગર હિલ પર તે તરફથી ચડાણ કરવું કે જે અતિદુર્ગમ છે અને દુશ્મનોને ક્યારે આશંકા પણ ન હોય કે અહીંથી પણ હૂમલો થઇ શકે છે. પરંતુ જો ચડતા સમયે દુશ્મનની નજર પડી તો મૃત્યુ નિશ્ચિત. અને તે પણ તેવું મૃત્યું કે જેમાં મૃતદેહ પણ હાથ લાગવો મુશ્કેલ.

જો કે કદાચ દુશ્મન ના પણ જુએ તો પણ દારૂગોળા સાથેનું વજન ઉચકીને 100 ફુટ ઉભુચડાણ કરવું અને ત્યાર બાદ દુશ્મનોનાં બંકરો પર હૂમલા કરવા તે કપરૂ કામ હતું. શું તમારા મોઢેથી અસંભવ અવી ગયું. પણ આ અસંભવ શબ્દ ભારતી સેના માટે વટનો પ્રશ્ન હતો. અસંભવ શબ્દ સાથે સેનાને પાકિસ્તાન કરતા ય મોટુ વેર હતું. ગ્રેનેડિયર યાદવે સ્વેચ્છાએ જવાબદારી સ્વિકારી. જેમાં તેણે સૌથી પહેલા પહાડ પર ચડીને પાછળ આવી રહેલી ટુકડ માટે દોરડા લગાવવા અને તેઓ ઉપર આવે ત્યાં સુધી ઉપર અને બંન્ને તરફ નજર રાખીને મોરચો સંભાળવો. 3 જુલાઇ 199ની રાત્રે મિશન પ્રારંભ થયું. કુશળતાપુર્વક ચડ્યા બાદ તેઓએ દોરડા લગાવ્યા અને સમગ્ર ટુકડી ગંતવ્યથી થોડી જ દુર હતી અને અચાનક હૂમલો થયો. જેમાં મોટા ભાગનાં જવાનો શહિદ થયા અને કેટલાક આમ તેમ છુપાઇ ગયા. સ્વયં યાદવને પણ ત્રણ ગોળીઓ વાગી હતી.

આ હૂમલા બાદ યાદવ પાછા પડવાનાં બદલે ઘાયલ સિંહની જેમ બમણી તાકાતથી આગળ વધ્યા. ત્રણ ગોળીઓ વાગી હોવા છતા તેમણે સીધું 60 ફુટનું ચડાણ અકલ્પનીય રીતે પાર કર્યું. ઉપર પહોંચતા જ દુશ્મનોનાં પહેલા બંકરનો યાદવે સત્યાનાશ કરી નાખ્યું. નિશ્ચિત મૃત્યુને પણ તે જવાનને ભરખતા બે મિનિટ પાછુ વળી જવું પડે. ત્યાર બાદ ટુકડી પર હૂમલો કરી રહેલા બીજા બંકર પર ધ્યાન કેન્દ્રીત કર્યું અને તે બંકરને પણ નષ્ટ કરી દીધું. ત્યાર બાદ તેમનાં સાથીઓ તેમની પાસે પહોંચી ગયા. જો કે આટલું કરતા સુધીમાં યાદવનો એક હાથ તુટી ચુક્યો હતો અને 15 ગોળીઓ વાગી હતી. ગ્રેનેડિયર યાદવે ત્રીજા બંકર પર પણ હૂમલો કરવા માટે સાથીઓને લલકાર્યા અને પોતાનો તુટેલો હાથ બેલ્ટથી બાંધીને અંતિમ બંકરનો પણ નાશ કર્યો.

વિષય પરિસ્થિતીઓમાં અદમ્ય સાહસ, દ્રઢ સંકલ્પનાં માટે મરણોપરાંત પરમવીર ચક્ર તેમને પ્રદાન કરવામાં આવ્યું. સમસ્યા માત્ર એટલી જ હતી કે ગ્રેનેડરિય યોગેન્દ્રસિંહ યદાવદ આ અવિશ્વસનીય યુદ્ધમાં જીવતા રહ્યા હતા અને તેમને પોતાનાં મરણોપરાંત પુરસ્કારનાં સમાચાર હોસ્પિટલનાં બેડ પર મળ્યા. વિજય દિવસ પર ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવે જેવા મહાવીરનોને મારી સલામ જેમણે કારગીલ યુદ્ધમાં ભારતને વિજય અપાવ્યો.
-વી.કે સિંહ

You might also like