ભારતીયે બદલાવ્યો કાયદો, આયર્લેન્ડમાં હટશે ગર્ભપાત પરનો પ્રતિબંધ

આયર્લેન્ડમાં ગર્ભપાત પરનો પ્રતિબંધ હટાવવા માટે એક લોકમતનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 66.4 % લોકોએ તેને સમર્થન આપ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર, મહિલાઓના જીવને ખતરો હોય ત્યારે ગર્ભપાતની મંજૂરી છે અને બળાત્કારમાં આ મંજૂર નથી.

જો કે, ભારતીય ડોક્ટર સવિતા હલપ્પનવારને કાયદાનું ઉદાહરણ આપી 2012માં આયરિશ ડોક્ટરોએ ગર્ભપાત કરવાનો ઈન્કાર કર્યો. જેના પગલે તેમનું મોત થયું. જેનો સબક લઈને લગભગ 6 વર્ષ બાદ આયર્લેન્ડના લોકોને આ કાયદાને હટાવવા માટે બંધારણમાં જ બદલાવ કરવા માટે મંજૂરી મળી ગઈ. કેથોલિક ધર્મથી પ્રભાવિત બંધારણ અંતર્ગત ગર્ભપાત સંબંધી કાયદાઓમાં બદલાવ લાવવા માટે લોકમતનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 66.4 ટકા લોકોએ આ પ્રતિબંધ હટાવવા માટેના પક્ષમાં મતદાન કર્યું હતું. ભારતીય સમય અનુસાર લગભગ રાતે 10.52 વાગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી. ગર્ભપાતને મંજૂરી મળતા જ લોકોએ સવિતા….સવિતા..ના નારા લગાવ્યા હતા.

તો ભારતીય મૂળના પ્રધાનમંત્રી લિયો વરદકરે આ જનમતના પરિણામની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું કે આધુનિક દેશ માટે આધુનિક બંધારણની જરૂર છે. આયર્લેન્ડના મતદાતાએ મહિલાઓ માટે અને તેમના સ્વાસ્થ્ય સંબંધમાં સાચો નિર્ણય લીધો માટે તેમનું સન્માન કરૂ છું અને વિશ્વાસ પણ કરૂ છું. આયર્લેન્ડમાં પાછલા 20 વર્ષોથી થઈ રહેલી શાંત ક્રાંતિની પરાકાષ્ઠા છે.

આયર્લેન્ડના સ્વાસ્થ્યમંત્રી સિમોન હૈરિસે કહ્યું કે મંગળવારે આ પ્રસ્તાવને કેબિનેટ સમજ મૂકવામાં આવશે.

You might also like