શાકભાજીના ભાવમાં ઘટાડા માટે ગૃહિણીઓ હજુ પણ જોવી પડશે રાહ

અમદાવાદ: સામાન્ય રીતે દર વર્ષે શિયાળાની શરૂઆત થતાં જ લીલાં શાકભાજીથી બજાર ઊભરાય છે એટલું જ નહીં, પરંતુ સામાન્ય સિઝનમાં મોંઘાં મળતાં શાકભાજીના ભાવ શિયાળામાં અડધા થઇ જાય છે. ગૃહિણીઅોને હજુ પણ શિયાળામાં ઊંધિયાની લિજજત માણવા શાકભાજીના ભાવ ઘટાડા માટે ૧પ દિવસ રાહ જોવી પડશે. ચોમાસું સારું વિત્યું હોવા છતાં શાકભાજીના ભડકે બળતા ભાવ ઉનાળાના ભાવની સરખામણી કરી રહ્યા હોવાના કારણે ગૃહિણીઓનાં બજેટ ખોરવાયાં છે.

રીંગણ અને દૂધી સિવાયનાં તમામ શાકભાજી આજે પણ બજારમાં રૂ.૮૦થી ૧૦૦ના ભાવે વેચાણ થઇ રહ્યાં છે તો ટામેટાં પણ શાકભાજીના ભાવ સાથે હરીફાઇ કરી રહ્યાં છે. સામાન્ય સિઝનમાં રૂ.ર૦થી ૩૦ પ્રતિકિલોએ મળતાં ટામેટાં આજે બજારમાં શાકભાજી કરતાં પણ મોંઘા ભાવે રૂ.૮૦ પ્રતિકિલો વેચાણ થઇ રહ્યાં છે.

ટામેટાંના ર૦ કિલોના ભાવ રૂ.૬૦૦થી ૮૦૦ હતા તે વધીને હવે રૂ.૧૦૦૦ પ્રતિકિલો બની ગયા છે. આ અંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિ‌િતના સેક્રેટરી દીપકભાઇએ જણાવ્યું હતું કે અન્ય જિલ્લાઓમાંથી શાકભાજીનો ઓછો જથ્થો આવવાના કારણે ભાવ વધ્યા હોવાનું જણાય છે તેમજ ચોમાસાના અંતમાં પડેલી એક મહિનાની ગરમી પણ કારણભૂત ગણાય છે. આગામી ૧પ દિવસમાં શાકભાજી અને ટામેટાંના ભાવ મોટા પ્રમાણમાં ઘટી જશે.

You might also like