ઘરની પાણીની ટાંકીમાં ઉદ્દભવે છે ૮૦ ટકા જીવલેણ મચ્છર 

નવી દિલ્હી: ચિકનગુનિયા અને ડેન્ગ્યુ અંગે અેક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અા બીમારીઅોને ફેલાવનાર ૮૦ ટકા એડિસ મચ્છર ઘરમાં પાણીનો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાતાં કન્ટેનર અને અન્ય સામાનોમાં ઉદ્ભવે છે. ઘરેલુ અોવરહેડ ટાંકીઅો, પ્લાસ્ટિક ડ્રમ, ડેઝર્ટ કૂલર અને લોખંડનાં પાણી ભરેલાં કન્ટેનર મચ્છરનાં પ્રજનનના મુખ્ય સ્થળો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અા બીમારીઅોને સફાઈનાં માધ્યમથી રોકી શકાય છે. અસરદાર જાગૃતિ અને કોમ્યુનિકેશન અભિયાનોથી તેમાં મદદ મળી શકે છ. લેટેસ્ટ સરકારી અાંકડાઅો મુજબ અા વર્ષે ૩૧ અોગસ્ટ સુધી ચિકનગુનિયાના ૧૨,૨૫૫ અને ડેન્ગ્યુના ૨૭,૮૭૯ કેસ સામે અાવ્યા છે.

અત્યાર સુધી ૬૦ લોકો ડેન્ગ્યુને કારણ મૃત્યુ પામ્યાં છે. અાગામી બે મહિનામાં અા ઘટનાઅો વધે તેવી શક્યતાઅો છે. સરકારી અભ્યાસમાં જાણવા મળ્યું કે ૪૧ ટકા મચ્છર પ્લાસ્ટિકનાં ડ્રમ અને કન્ટેનરમાં ઉત્પન્ન થાય છે જેનો ઉપયોગ મુખ્ય રીતે ઘર અને દુકાનોમાં પાણી સ્ટોર કરવા થાય છે. અા ઉપરાંત કૂલર્સથી ૧૨ ટકા અને નિર્માણ સ્થળો પર ઉપયોગમાં લેવાતાં લોખંંડના કન્ટેનરમાં ૧૮ ટકા મચ્છર ઉદ્ભવે છે. સ્વાસ્થ્ય સચિવ સાથે પોતાની લેટેસ્ટ રિવ્યૂ મિટિંગમાં કેબિનેટ સેક્રેટરી પી કે સિંહાઅે કહ્યું કે કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારો અને નગરપાલિકા અધિકારીઅોઅે ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા રોકવા પગલાં ભરવાં જોઈઅે. તેમણે કહ્યું કે સરકાર સાર્વજનિક જાગૃતિ કાર્યક્રમ દરમિયાન જબરજસ્ત અાયોજન, દવાઅો અને ડોક્ટરો ઉપલબ્ધ કરાવીને તેમજ લોકોને હેલ્પલાઈન સુવિધા અાપીને અને મોબાઈલ ક્લિનિકનો ઉપયોગ કરીને અસરકારક રીતે અા બીમારીઅો સાથે લડી શકે છે.

You might also like