હવે ઘેરબેઠાં રેલવેની પ્લેટફોર્મ અને જનરલ ટિકિટ મળી શકશે

નવી દિલ્હી: આગામી દિવસોમાં હવે લોકોએ રેલવેની પ્લેટફોર્મ અને જનરલ ટિકિટ માટે લાઈનમાં ઊભાં રહેવું નહિ પડે. આેગસ્ટ માસથી રેલવેએ આવી સુવિધા ઈન્ટરનેટથી પૂરી પાડવા નિર્ણય કર્યો છે. આ ટિકિટ કાગળરહિત હશે. તે અંગેનો મેસેજ મોબાઈલ પર મળી જશે. આ અંગેની મંજૂરી પણ મળી ગઈ છે તેમજ આેગસ્ટથી આ સુવિધા મળતી થઈ જશે. પહેલા તબક્કામાં આ સુવિધા તેવાં સ્ટેશન પર મળી રહેશે કે જ્યાં યાત્રિકોની ભીડ વધુ રહે છે. રેલવેના આ નવતર પ્રયોગને વડા પ્રધાનના ડિજિટલ ઈિન્ડયાના મિશન સાથે જોડવામાં આવ્યો છે, જે આગામી દિવસોમાં સફળ થશે તેવી તંત્રને આશા છે.

You might also like