મકાનના ત્રીજા માળેથી પટકાતાં માનસિક બીમાર યુવાનનું મોત

અમદાવાદ: માધુપુરા વિસ્તારમાં એક મકાનનાં ત્રીજા માળેથી નીચે પટકાતા એક માનસિક બીમાર યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું.

અા અંગેની વિગત એવી છે કે માધુપુરામાં દેવજીપુરા ખાતે દરિયાખાન ઘુમ્મટ પાસે અાવેલ ગવર્નમેન્ટ-૧ કોલોનીમાં રહેતો સલીમ ફારૂખભાઈ મુસાણી નામનો યુવાન પોતાના મકાનના ત્રીજા માળેથી નીચે પટકાતા પેટના અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું વીએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે અા અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી લાશને પીએમ માટે મોકલી અાપી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન અા યુવાન છેલ્લા કેટલાક વખતથી માનસીક બીમારીનો ભોગ બન્યો હતો. માનસીક બીમારીના કારણે તે ત્રીજા માળેથી નીચે પટકાયો હોવાનું જાણવા મળ્યું હતું.

You might also like