ઘર બહાર ટૂલ બોક્સમાં ચાવી મૂકી બહારગામ જવાનું ભારે પડ્યું!

અમદાવાદ: વસ્ત્રાપુરના તક્ષશિલા ફલેટમાં બંધ ઘર ખોલી તિજોરીમાંથી રૂ.૧.૬૬ લાખના દાગીનાની ચોરી થઈ છે.
ઘરના માલિકે આ અંગે જૂના પાડાેશી પર શંકા વ્યક્ત કરી છે. તક્ષશિલા ફલેટમાં મોનાબહેન સોમાણી પોતાના પરિવાર સાથે રહે છે. મોનાબહેન તા.૧૨-૪-૨૦૧૭ના રોજ રાજસ્થાન ગયાં હતાં. ઘરને તાળું મારી ચાવી ટૂલ બોક્સમાં મૂકી દીધી હતી. તા.૧૮-૪-૨૦૧૭ના રોજ મોનાબહેન રાજસ્થાનથી પરત આવ્યાં હતાં.

તેમણે બેડરૂમમાં આવેલી તિજોરી ખોલતા કેટલાક દાગીના ગાયબ હતા. સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં તપાસ કરતાં તા.૧૫-૪-૨૦૧૭ના રોજ બપોરે તેમના ઉપરના મકાનમાં ત્રણ મહિના અગાઉ રહેતા હાર્દિક પ્રજાપતિ જોવા મળ્યા હતા. હાર્દિક પ્રજાપતિને મોનાબહેનના ઘર સાથે સારા સંબંધ હોઈ તેમના ઘરની ચાવી ક્યાં હોય છે તેની તેઓને જાણ હતી, જેથી હાર્દિક પ્રજાપતિ પર ચોરી બાબતે શક હોવાથી આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like