ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં મકાનની કિંમત વધીઃ RBI

મુંબઇ: દેશમાં મકાનોની કિંમત વર્ષ ૨૦૧૫-૧૬ના ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિક સમયગાળામાં વધારો થયો છે. રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટામાં જણાવાયું છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાના ત્રિમાસિક સમયગાળામાં દેશમાં મકાનોની કિંમત લખનૌમાં સૌથી વધુ વધી હતી, જ્યારે જયપુરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશનાં અગ્રણી દશ શહેરો જેવાં કે અમદાવાદ, મુંબઇ, દિલ્હી, ચેન્નઇ, કોલકાતા, બેંગલુરુ, લખનૌ, કાનપુર, કોચીન જેવાં શહેરના સંબંધમાં વર્ષ ૨૦૧૫-૧૬ના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં આ આંકડા બહાર પાડવામાં આવ્યા છે.

આરબીઆઇના ડેટા મુજબ ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાના સમયગાળામાં લખનૌમાં મકાનની કિંમતમાં સૌથી વધુ ૧૬.૧ ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે જયપુરમાં તેનાથી ઊલટું મકાનોની કિંમતમાં શૂન્યથી ૫.૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.

You might also like