મકાનમાં ગેસ સિલિન્ડર ફાટતાં દસને ગંભીર ઈજા

અમદાવાદ: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ત્રંબોડા ગામે અાજે વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં દસ વ્યક્તિઓ ગંભીરપણે ઘવાઈ હતી. અા ઘટનાના પગલે ભારે નાસભાગ મચી જતાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. અા અંગેની વિગત એવી છે કે બાબરા નજીક અાવેલા ત્રંબોડા ગામમાં રહેતા દલિત પરિવારના એક મકાનમાં અાજે સવારે સાત વાગ્યાના સુમારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં અાગ લાગી હતી. ઘરના લોકો હજુ ઊંઘમાં હતા ત્યારે જ અા ઘટના બનતાં નાસભાગ મચી ગઈ હતી.

બ્લાસ્ટ બાદ અાગ લાગતાં ઓછામાં ઓછી દસ વ્યક્તિઓને દાઝી જવાથી ઈજા થતાં તમામને બાબરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવી છે. અા ઘટનાના પગલે ગામલોકો દોડી અાવ્યા હતા અને ભારે ચકચાર મચી ગઈ હતી.
http://sambhaavnews.com/

You might also like