ઘર ગંદું રહેતું હોય તો તેનાથી પણ તમે જાડાં થઈ શકો

જો તમે જિમમાં જઈને કસરત કરતા હો, એક્સરસાઈડ પછી ડાયટમાં કન્ટ્રોલ રાખતા હો તેમ છતાં પણ તમારું વજન ન ઉતરતું હોય તો તમારે તમારા ઘરે ચારે બાજુ નજર ફેરવી લેવી જોઈઅે. શક્ય છે કે ઘરમાં જમા થયેલી ધૂળ અને ગંદકીના કારણે તમારું વજન ઘટતું ન હોય. અમેરિકન કેમિકલ સોસાયટીના સંશોધકોઅે જણાવ્યંુ કે જો ઘરમાં ધૂળના થર જામ્યા હોય તો તેમાં એન્ડોક્રાઈન ડિસરપ્ટીવ કેમિકલ એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઅોમાં અવરોધ પેદા કરે તેવા કેમિકલ્સ હોય છે જે ચરબીના કોષોને વધારે છે. શરીરમાં અા ફેટ ટ્રાયગ્લીસરોઈડ ફેટ તરીકે જમા થાય છે. જીવનના શરૂઅાતના દિવસોમાં જો અાવા કેમિકલ્સના સંસર્ગમાં અાવવાનું થાય તો અે પછીના કેટલાક વર્ષો સુધી તેની અસર રહે છે.
http://sambhaavnews.com/

You might also like