ઘરની સફાઈમાં બ્લીચ વધુ વાપરવાથી ફેફસાંના પ્રાણઘાતક રોગો વધે

કહેવાય છે કે ઘરમાં ગંદું રાખો તો માંદા પડોશો, પરંતુ સફાઈ માટે વાપરો છો એ ધ્યાનમાં નહીં રાખો તો વધુ માંદા પડશો. અાજકાલ ચકાચક સફાઈ માટે જાતજાતના કેમિકલયુક્ત ક્લીનિંગ એજન્ટ્સ અાવી ગયા છે જે ફેફસાંનો ક્રોનિક રોગ પેદા કરે છે. ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ તરીકે ઓળખાતા અા રોગોનો કોઈ ઈલાજ નથી, બલકે એ ધીમે ધીમે પ્રોગ્રેસ પામીને વકરતો જાય છે. ફ્રેન્ચ નેશનલ ઈન્સ્ટિટ્યૂટે નોધાયું છે કે બ્લીચ, ટાઈલ ક્લીનર અને ખાસ તો તીવ્ર ગંધવાળા ડિસઈન્ફેક્ટન્ટ્સ ઘરની સફાઈમાં વાપરવામાં અાવે છે ત્યારે એ ફેફસાંને ડેમેજ કરે છે.

You might also like