જાતીય સતામણીના કેસમાં 6 યોગ ગુરૂને 6 કરોડનો દંડ

વોશિંગ્ટન: અમેરિકાની એક કોર્ટે જાતીય સતામણીના કેસમાં ભારતીય મૂળના યોગગુરૂ બિક્રમ ચૌધરી પર લગભગ 6 કરોડનો દંડ ફટકાર્યો છે. તેમના પર પોતાની પૂર્વ વકીલનું જાતિય સતામણી કરવાનો આરોપ લાગ્યો છે. જો કે તેમણે આરોપોને નકારી કાઢ્યા હતા.

બિક્રમ ચૌધરી પર (69) આરોપ છે કે તેણે વકીલ મીનાક્ષી જફા બોડ્ડેનનું જાતીય શોષણ કર્યું. વકીલે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે ચૌધરી માટે કામ કરતાં તેને લૈંગિક ભેદભાવ, ખોટી રીતે કાઢી મુકવાનો અને જાતીય સતામણીનો આરોપનો સામનો કર્યો.

લોસ એન્જિલસ જ્યૂરીએ સોમવારે તેના પર ચર્ચા કરી અને મીનાક્ષીના પક્ષમાં સર્વસંમતિથી ફેંસલો કર્યો. સાક્ષીના સમયે યોગગુરૂએ જાતીય સતામણીના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે દુર્વ્યવહાર અને જાતીય સતામણીના આરોપો ખોટા છે. તેઓ નિર્દોષ છે.

તેમણે સ્પષ્ટતા આપતાં કહ્યું કે મીનાક્ષીને 2013માં કાઢી મુકવામાં આવી હતી, કારણ કે તેની પાસે અમેરિકામાં વકીલાત કરવાનું લાઇસન્સ ન હતું. જો કે જ્યૂરીએ તેમને બળજબરીપૂર્વક અને ખોટી રીતે કામ કર્યું છે. આ પ્રકારે મીનાક્ષીને વળતરની પરવાનગી મળી ગઇ.

મીનાક્ષીનો આરોપ હતો કે યોગ ગુરૂએ 2011માં તેને કહ્યું કે તે તેની વકીલ તરીક કામ કરવા માટે ભારત પરત ફરે. નોકરી દરમિયાન યોગ ગુરૂએ તેની જાતીય સતામણી કરી. તેના પર અશ્લીલ ટિપ્પણીઓ કરી. ચૌધરી પર રેપનો પણ આરોપ છે.

You might also like