હોટ મહિલા રેફરી ઉલિયાના હવે નવા રોલમાં

રિયોઃ પોતની સુંદરતાથી દુનિયાભરમાં જાણીતી બ્રાઝિલની ભૂતપૂર્વ મહિલા રેફરી ફર્નાડા કોલંબો ઉલિયાના ફરી એક વાર પોતાના પ્રશંસકોનાં દિલની ધડકનો તેજ કરી દેશે. ઉલિયાના યુ ટ્યૂબ પર ફૂટબોલ સંબંધિત ચેનલ શરૂ કરી રહી છે.

ઉલિયાના પહેલી વાર ૨૦૧૦ના ફિફા વર્લ્ડકપ દરમિયાન પોતાના બિન્દાસ્ત અંદાજ અને ગજબનાક સુંદરતાને કારણે લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી. ચાર વર્ષ બાદ તે ફૂટબોલની દુનિયામાં ત્યારે છવાઈ ગઈ, જ્યારે ક્લબ મેચમાં તેણે એક ખેલાડીને ખોટી રીતે ઓફ-સાઇડ આપી દીધી. એ કારણે એટલેટિકો મિનિરિયોની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. એ ઘટના બાદ ચારે તરફ ઉલિયાનાની ટીકા થઈ હતી. દિગ્ગજોએ કહ્યું હતું કે તે સુંદર તો છે, પરંતુ રેફરીની ભૂમિકા માટે તૈયાર નથી. વધુ એક ફૂટબોલ ધુરંધરે કહ્યું હતું કે બિન્દાસ્ત હોવું એ સારી વાત છે, પરંતુ એના માટે પ્લેબોય મેગેઝિનનું કવરપેજ વધુ સારી જગ્યા છે.

ભેદભાવને કારણે ઉલિયાનાએ ગત ફેબ્રુઆરીમાં આ પ્રોફેશન છોડી દેવાનું નક્કી કર્યું. જાણીતી મોડલ્સને સુંદરતામાં પાછળ ધકેલી દેરી ઉલિયનાની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં સનસનાટી મચાવી ચૂકી છે. ઉલિયાનાએ એક પુસ્તક પણ લખ્યું છે, જેનું નામ છે – ‘એક્સપોઝ્ડ ઇન એ મોર પ્લેફુલ વે’. જોકે તેને હજુ સુધી કોઈ મોટો પ્રકાશક મળ્યો નથી. તે રમતો પર પણ પુસ્તક લખવાની તૈયારી કરી ચૂકી છે. જોકે યુ ટ્યૂબ ચેનલ દ્વારા ઉલિયાના ફૂટબોલ જગત પર વધુ ફોકસ કરશે.

You might also like