યશરાજ બેનરની ફિલ્મોમાં પણ હવે હોટ સીન બતાવાય છે: માહી ગિલ

માહી ગિલને બોલિવૂડની સૌથી બોલ્ડ એક્ટ્રેસ કહીએ તો કંઇ ખોટું નહીં ગણાય. ટેલેન્ટ અને બોલ્ડનેસનું આ કોમ્બિનેશન દરેક વ્યક્તિને દીવાના બનાવી શકે છે. ‘દેવ ડી’માં બોલ્ડનેસ માટે રાતોરાત જાણીતી બનેલી માહી ગિલે બાદમાં ‘સા‌હેબ બીવી ઔર ગેંગસ્ટર’માં પણ બોલ્ડ અવતાર બતાવ્યો.

આ ફિલ્મ પણ સુપરહિટ રહી અને માહી એક વાર ફરી લાઇમલાઇટમાં આવી. માહીના ભાગમાં ‘ગુલાલ’, ‘પાનસિંહ તોમર’, ‘દબંગ’ અને ‘સા‌હેબ બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ’ જેવી ફિલ્મો છે.

માહીની ફિલ્મો ભલે ગમે તેવી રહી હોય, પરંતુ તમામ ફિલ્મોમાં પોતાનો બોલ્ડ અંદાજ જાળવી રાખ્યો છે. તે કહે છે કે આજના સિનેમાની સાથે-સાથે દર્શકો પણ બદલાઇ ચૂક્યા છે. જો આજે તમે પરદા પર બે ફૂલ મળતાં બતાવશો તો તેને કોઇ નહીં અપનાવે.

આજે જે રીતે એડલ્ટ સિનેમાને લોકો નકારાત્મક રીતે જોઇ રહ્યા છે તે ક્યાં હોતી નથી. બોલ્ડનેસ તો દરેક તરફ છે જ. યશરાજ બેનરની ફિલ્મોમાં પણ હવે હોટ સીન બતાવાય છે. આજે તમામ ફિલ્મોમાં ઇન્ટિમસી અને રોમાન્સ બતાવાય છે. તમે દર્શકોને બેવકૂફ ન બનાવી શકો, કેમ કે લોકો હવે રિયાલિસ્ટિક ફિલ્મો જોવા માગે છે.

મારી ફિલ્મોમાં ભલે બોલ્ડ સીન હશે, પરંતુ એક વાતની ગેરંટી છે કે જ્યારે તમે ફિલ્મ જોઇને બહાર નીકળશો તો તમને તે બોલ્ડ સીન નહીં, પરંતુ ફિલ્મનો સબ્જેક્ટ યાદ રહેશે. •

You might also like