હોટ ફોટોશૂટમાં ખોટું શું છે?

બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ ઘણાં બધાં મ્યુઝિક આલબમમાં કામ કરી ચૂકી છે. હવે તે ‘કાબિલ’ ફિલ્મમાં ઋત્વિક રોશનની સાથે જોવા મળશે. ‘કાબિલ’ ફિલ્મને લઇને તે અત્યારથી જ ચર્ચામાં છે. તે કહે છે કે ‘કાબિલ’ એક રોમેન્ટિક ફિલ્મ છે, જેમાં હું એક અંધ છોકરીનું પાત્ર ભજવી રહી છું. આ ફિલ્મમાં મારી સાથે ઋત્વિક રોશન છે. ઋત્વિક સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો. મને તેની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. ઋત્વિક ખૂબ જ મહેનતુ અને પૂર્ણ સમર્પિત કલાકાર છે.

તાજેતરમાં યામી વિશે એવી અફવાઓ ઊડી હતી કે તેના હાથમાં ફિલ્મો નથી. તેથી તે ફિલ્મો મેળવવા માટે હોટ ફોટો સેશન કરાવી રહી છે, પરંતુ યામી આ વાતનો ઇનકાર કરે છે. તે કહે છે કે ફિલ્મ મેળવવા માટે હું આવું કોઇ પગલું ભરું તેવી વ્યક્તિ નથી. હોટ ફોટો સેશન મેં મારા કેટલાક શુભચિંતકોની સલાહ પર કર્યું. બોલિવૂડ સાથે જોડાયેલ લોકો માટે આ કોઇ નવી વાત નથી. દરેક વ્યક્તિ એક અભિનેત્રીને ગ્લેમરસ અંદાજમાં જોવા ઇચ્છે તેમાં કંઇ ખોટું પણ નથી. જો મેં પણ એમ કર્યું તો શું ખોટું કર્યું? યામીએ અત્યાર સુધી ન્યૂકમર સાથે કામ કર્યું છે, છતાં પણ તેની ફિલ્મો હિટ રહી છે. તે કહે છે કે હું પણ ઇન્ડસ્ટ્રીમાં ન્યૂકમર છું, તેથી મને ન્યૂકમર સાથે કામ કરવામાં બિલકુલ વાંધો નથી. •

You might also like