મોહીની ટાવરમાં યુવતીઓ બારી દરવાજા ખુલ્લાં રાખીને બદલે છે કપડાં: એપાર્ટમેન્ટ કે પછી હોસ્ટેલ?

અમદાવાદ: અમદાવાદના જજીસ બંગલો રોડ ઉપર આવેલા મોહિની ટાવરના ભાડે અાપેલા ૧૦ ફ્લેટમાં પોઈંગ ગેસ્ટ તરીકે રાખવા સામે ટાવરના રહીશોએ મોરચો માંડ્યો છે. મોહિની ટાવરમાં રહેતા રહીશોએ પેઇંગ ગેસ્ટના ત્રાસથી બોર્ડ ઓફ નોમિનીઝમાં દાવો કર્યો છે. બોર્ડ ઓફ નોમિનેઝે સોસાયટીની મંજૂરી વગર પેઇંગ ગેસ્ટ તરીકે ફ્લેટ ભાડે આપી ના શકાય તેવો વચગાળાનો સ્ટે આપ્યો છે. મોહિની ટાવર બનાવનાર અતિથિ ડાયનિંગ હોલના માલિક ચિરાગ પટેલ અને તેમના સંબંધીઓએ ભાડે અાપેલા ફ્લેટ પીજી હોસ્ટેલ જેવા બની ગયા હોવાનો રહીશોનો સામેલ છે.

જજીસ બંગલો રોડ ચિરાગ પટેલ દ્રારા મોહિની ટાવર વર્ષ 2002માં બનાવવામાં આવ્યું હતું. આ ટાવરમાં 144 ફ્લેટો છે અને 40 કરતાં વધુ દુકાનો આવેલી છે. છેલ્લા ઘણા સમયથી ટાવરના રહીશો અને પેઇંગ ગેસ્ટ વચ્ચે તકરાર ચાલી રહી છે. વર્ષ 2011માં આ ટાવરમાં 25 ફ્લેટોના માલિક પેઇંગ ગેસ્ટ તરીકે ફ્લેટ ભાડે આપતા હતા.

પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા લોકોની હરકતોના કારણે ટાવરના રહીશો ત્રાસી ગયા હતા જેના કારણે પેઇંગ ગેસ્ટને બંધ કરવા માટેનો નિર્ણય કરીને ઠરાવ કર્યો હતો. આ ઠરાવ બાદ ફ્લેટના માલિકોએ પેઇંગ ગેસ્ટ તરીકે ભાડે આપવાનું બંધ કરી દીધું. જોકે મોહિની ટાવરમાં આવેલી અતિથિ ડાઇનિંગ હોલના માલિક અને ટાવર બનાવનાર ચિરાગ પટેલ અને તેમનાં સંંબંધીઓના 10 ફ્લેટો આજે દિન સુધી પેઇંગ ગેસ્ટ તરીકે ભાડે અપાઇ રહ્યા હોવાથી ટાવરના રહીશો અને ચિરાગ પટેલ આમને સામને આવી ગયા છે.

આ તમામ ફ્લેટોને ચિરાગ પટેલ અને તેમના સંબંધીઓએ કાર્તિક મોદી નામના વ્યક્તિએ ભાડેથી આપ્યા છે તમામ ફ્લેટમાં યુવક અને યુવતીઓ પીજી તરીકે રહે છે. 10 ફ્લેટમાં અંદાજિત 100 કરતાં વધુ યુવક અને યુવતીઓ પેટા ભાડવાત તરીકે રહે છે. ત્યારે અન્ય એક ફ્લેટનો મેસ તરીકે ઉપયોગ થાય છે. જેમાં તે 100 જેટલાં યુવક અને યુવતીઓને સવારે ચા નાસ્તો તથા જમવાનું અપાય છે.

રહીશોના આક્ષેપ છેકે કોલેજમાં ભણતાં કે પછી નોકરી કરતાં યુવક યુવતીઓ સોસાયટીના જાતિ નિયમો પાળતા ટાવરના રહીશોના જણાવ્યા અનુસાર પેઇંગ ગેસ્ટમાં રહેતા યુવક યુવતીઓના કારણે ટાવરમાં ન્યુસન્સ વધી ગયું છે. જાહેરમાં સિગારેટ પીવી ટૂંકાં કપડાં પહેરીને ટાવરમાં ફરવું જેવાં અનેક કારણોને લઇને ટાવરના રહીશોએ પેઇંગ ગેસ્ટને ભાડે નહીં આપવાના મુદ્દે ચિરાગ પટેલ સામે લડત આપવાનું નક્કી કર્યું છે.

વર્ષ 2011માં 25 ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ તરીકે યુવક યુવતીઓ રહેતા હતા. જેથી ટાવરની કામગીરી ઠરાવ પસાર કર્યો કે ફ્લેટ કોઇને કોમર્શિયલ ઉપયોગ જેવા કે પેઇંગ ગેસ્ટ, વેપાર કે પછી ગેસ્ટ હાઉસ માટે આપવા પૂર્વ મંજૂરી લેવી. તેમ છતાંય કોઇએ પેઇંગ ગેસ્ટ તરીકે ફ્લેટ ભાડે આપવાનું ચાલુ રાખતા ઓક્ટોબર 2014માં કમિટીએ ઠરાવ કર્યો કે માર્ચ 2015 સુધીમાં તમામ પેઇંગ ગેસ્ટને ખાલી કરી દેવા ઠરાવના પગલે 15 ફ્લેટો ખાલી થઇ ગયા પરંતુ ચિરાગ પટેલે આપેલા ફ્લેટોમાં પેંઇગ ગેસ્ટ ચાલુ રહેતાં 30 જૂન 2015ના રોજ ટાવરના રહીશો ચિરાગ પટેલ અને કાર્તિક મોદી વિરુદ્ધમાં બોર્ડ ઓફ નોમિનીઝમાં ફરિયાદ કરી હતી.

ફ્લેટોમાં પીજી હોસ્ટેલ ચલાવતા કાર્તિક મોદી કે તેના જેવા અન્ય વ્યકિતઓ 15-20 હજાર રૂપિયાના ભાડા ઉપર મકાન કે પછી ફ્લેટ લે છે જેનો ભાડા કરાર કરવામાં છે ત્યાર બાદ આ ફ્લેટમાં યુવક અને યુવતીઓ જે નોકરી કે પછી અભ્યાસ કરવા માટે બીજા શહેર કે રાજ્યોમાંથી આવે છે તેમને તે ફ્લેટમાં રહેવાની જગ્યા 6 થી 10 હજાર રૂપિયામાં આપે છે અને હોસ્ટેલની જેમ મેસ પણ ચલાવે છે.

મારે કોઇ લેવાદેવા નથી, ફ્લેટ ભાડે આપ્યા છેઃ ચિરાગ પટેલ
દસ બાર વર્ષથી અમારા ફ્લેટ ભાડે આપ્યા છે નવી કમિટીમાં ચેરમેન અને અન્ય બે ત્રણ સભ્યોને પ્રોબ્લેમ છે બધી વાતો ઉપજાવેલી છે તેમણે અમારા ઉપર કેસ પણ કર્યો છે. કાર્તિક મોદીને મેં ફ્લોટ ભાડે આપી દીધા છે મારે કોઇ લેવાદેવા નથી

ચેરમેનને ધમકી અાપવાની ફરિયાદ
પેઇંગ ગેસ્ટ બંધ કરાવવા માટે અમે જે લડત આપી રહ્યા છે અને જે બોર્ડ ઓફ નોમિનીઝમાં જે કેસ કર્યો છે ફ્લેટોમાં પીજી ચલાવતા કાર્તિક મોદીએ મને ફોન કોલ્સ કરીને બીભસ્ત ગાળો બોલીને મારી નાખવાની ધમકી આપી છે જેની મેં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. સંજય શાહ, મોહિની ટાવરના ચેરમેન બોર્ડ ઓફ નોમિનીએ સ્ટે અાપ્યો છે.

ટાવરની કમિટીની પૂર્વ મંજૂરી વગર ફ્લેટને ભાડે આપી શકાય નહીં તે મુદ્દે બોર્ડ ઓફ નોમિનીઝે સ્ટે આપ્યો તે આદેશનું અનુકરણ કરવામાં આવતું નથીઃ યોમેશભાઇ રાવલ, મેનેજર યુવક-યુવતીઓની હરકતોથી ગૃહિણીઓ પરેશાન યુવક અને યુવતીઓ રાતે પાર્કિગમાં બીભસ્ત ચેનચાળા કરે છે અમારે અહીં બેસવાનુ મુશ્કેલ બની ગયું છેઃ પદ્મિનીબહેન હીંડોચા

છેલ્લા ઘણા સમયથી અમને એવું લાગે છેકે મોહિની ટાવર કોઇ ફ્લેટ નથી પરંતુ હોસ્ટેલ છે અને 10 પેઇંગ ગેસ્ટના કારણે અમે પણ હોસ્ટેલમાં રહેતા હોય તેવું લાગી રહ્યુ છેઃ વૈશાલીબહેન નાયર

યુવતીઓ પણ બિન્દાસ્ત સિગારેટ પીવે છે. દારૂ પીને યુવક યુવતીઓ આવે છે બારી દરવાજા ખુલ્લાં રાખીને કપડાં બદલે છે આ પ્રકારનું ન્યુસન્સ વધી ગયુ છે જેને ખાલી કરાવવું જોઇએઃ શશીબહેન પરાગ શાહ

You might also like