હોસ્પિટલમાં સશસ્ત્ર ધીંગાણું થતાં દર્દીઓ ભયથી ભાગ્યા

અમદાવાદ: કચ્છના માંડવીમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં બે જૂથ વચ્ચે અદાવતના કારણે જોરદાર સશસ્ત્ર ધીંગાણું થતાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ ભયના કારણે પોતપોતાની પથારી છોડી ભાગી ગયા હતા.  આ અંગેની વિગત એવી છે કે માંડવીના ટોપણસર તળાવ નજીક ક્ષત્રિય અને દલિત જૂથ વચ્ચે જોરદાર મારામારી થઇ હતી આ મારામારીમાં નવ જણાની ગંભીર ઇજા પહોંચતાં તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સિવિલ હોસ્પિટલમાં ભેગાં થયેલા બંને કોમના લોકો વચ્ચે ફરી બબાલ થતા મામલો બીચક્યો હતો અને બંને જૂથોએ આમને સામને આવી જઇ એકબીજા પર હુમલા કર્યા હતા. હોસ્પિટલમાં ધીંગાણું થતાં સારવાર લઇ રહેલા દર્દીઓ ભયથી થરથરી ઉઠ્યા અને પોતપોતાની પથારીઓ મૂકી ભાગી ગયા હતા. પોલીસે આ અંગે રાયોટિંગનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like