દુનિયાને કંપાવનારા નરસંહાર

દુનિયામાં પાછલા 3 હજાર વર્ષોનો ઇતિહાસ યુદ્ધ અને હિંસાથી ભરેલો છે. માનવસભ્યતાએ પાછલા વર્ષોમાં જેટલા પણ આવિષ્કાર, સર્જન અને વિકાસ કર્યા છે તેની યાત્રા ભીષણ નરસંહારો વચ્ચે થઇને પસાર થઇ છે. વિચારીને ચકિત થઇ જવાય તેવું છે કે, લોહી શુદ્ધતા, જાતિ, વંશીય, રંગ-રૂપ અને ધર્મ તેમજ સંપ્રદાયના નામ પર કરોડો મનુષ્યોની બલિ ચઢાવી દેવાઇ. માણસોને કંપાવી મુકનારા આ નરસંહાર માણસાઇ પર અનેક સવાલો કરે છે.

warઅલ્કેમિટઝનો નરસંહાર: જાતીય, નસ્લીય અને ધર્મના આધારે નરસંહાર માત્ર આધુનિક યુગમાં જ નહીં આ પહેલાં પણ થતો હતો જેનો ઉલ્લેખ અનેક ધર્મગ્રંથોમાં પણ છે. હિબ્રુ બાઇબલમાં અલ્કેટીઝ અને મિડિયન હિંસા પર ઘણું બધુ લખવામાં આવ્યું છે. આ નરસંહારમાં 10 હજારથી વધારે લોકોનાં મોત થયા હતા.

ઉત્તર કોરિયા: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ભીષણ નરસંહાર થયો હતો. 1950માં કોરિયાઇ યુદ્ધમાં લગભગ 35 લાખ લોકોનાં મોત થયા હતા. યુદ્ધવિરામ થવા સુધી તો સંયુક્ત રાષ્ટ્રના જ 40 હજાર સૈનિકો માર્યા ગયા હતા. જ્યારે કે ઉત્તર કોરિયા અને તેના સાથી દેશોએ પોતાના 10 લાખ સૈનિકો ગુમાવ્યા હતા. આંકડાઓને અનુસાર કુલ મૃતકાંક 20 લાખ કરતાં પણ વધારે હતો. જ્યારે કે ઉત્તર કોરિયામાં 1990માં દુષ્કાળને કારણે લાખો મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનાં મોત થયા હતા.

બીજુ વિશ્વયુદ્ધ અને દેશનિકાલ: બીજુ વિશ્વયુદ્ધ સમાપ્ત થયા બાદ રશિયાએ પોતાના કબજામાં લીધેલા પૂર્વી અને મધ્ય યુરોપના જર્મન અને મિત્ર રાષ્ટ્રોમાના લગભગ 10 કરોડ લોકોને દેશનિકાલ કર્યા હતા. જેમાંથી મોટાભાગના લોકો ભુખમરાથી અને બિમારીને કારણે મોતને ભેટ્યા હતા. તેને જાતીય અને વંશીય નરસંહાર કહેવામાં આવે છે કારણ કે તેમાં માત્ર જર્મન લોકોને જ ટારગેટ કરવામાં આવ્યા હતા.

ભારતના ભાગલા: 1947માં જ્યારે ભારતમાંથી બ્રિટિશ શાસનનો અંત આવ્યો ત્યારે બ્રિટિશ સરકારે ભારતને હિન્દુ અને મુસલમાનો બહુમતી વિસ્તાર ધરાવતાં વિસ્તારોનાં ભાગલા કરવાનો પ્રસ્તાવ મુક્યો. ભાગલા દરમિયાન જનતાએ પોતાની ઇચ્છા અનુસાર ભારત અને પાકિસ્તાનની પસંદગી કરવાની હતી. પરંતુ આ સમયે હિન્દુ અને મુસલમાનો વચ્ચે કોમી ફાટી નીકળ્યું. જેમાં લાખો લોકોનાં મોત થયા હતા. દુનિયાના નકશામાં વિભાજન દરમિયાન થયેલો આ સૌથી મોટો નરસંહાર હતો. ધર્મના નામે લોકોએ એકબીજાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તે દરમિયાન લગભગ 5 લાખ લોકોનાં મોત થયા હતા.

war-3રવાંડાનો નરસંહાર: 1994માં 6 એપ્રિલના રોજ કિગલીમાં એરોપ્લેનના બોર્ડિંગ દરમિયાન રવાંડાના રાષ્ટ્રપતિ હેબિઅરિમાના અને બુરુન્ડિયાનના રાષ્ટ્રપતિની સિપ્રેનમાં હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ તુત્સી અને હુતુ સમુદાય વચ્ચે નરસંહાર શરૂ થયો હતો જે 100 દિવસ સુધી ચાલ્યો હતો. આ દરમિયાન 5 થી 10 લાખ લોકોનાં મોત થયા હતા. આ સરકારનું ઉદ્દેશ્ય તુત્સી વિરોધી આબાદીનો દેશમાંથી સફાયો કરવાનું હતું. તેથી સરકારે તુત્સી સમુદાયની સાથે તેમનું સમર્થન કરનારા લોકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા.

આરમિનિયન નરસંહાર: આ નરસંહારને આધુનિક અને સભ્ય થઇ રહેલી દુનિયાનો પ્રથમ નરસંહાર પણ માની શકાય. તેમાં 10 થી 15 લાખ લઘુમતિ આર્મીનિયોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. 24 એપ્રિલ 1915થી પહેલાં શરૂ થયો હતો અને પહેલા વિશ્વયુદ્ધ તેમજ ત્યાર બાદ 1923 સુધી આ નરસંહાર ચાલ્યો હતો. તેમાં બધા જ પુરુષોની એક સાથે હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યાર બાદ મહિલાઓ, વૃદ્ધો તમેજ બાળકોને ડેથ માર્ચ માટે રણમાં મોકલી દીધા હતા.

હોલોકોસ્ટ: જર્મનીની નાજી હિટલર સરકાર દ્વારા યજુદીઓનો કરવામાં આવેલો નરસંહાર આખી દુનિયા માટે કલંક બની ગયો. હિટલરે લાખો યજુદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. યજુદીઓને મારવાનું કારણ પણ વંશીય હતું. નાજી જર્મનીઓનું એવું માનવું હતું કે તેઓ શુદ્ધ આર્યન લોહીના નહોતા અને તેઓ દુનિયા માટે ખતરો છે એટલે હિટલરે યજુદીઓને મારવા માટે અનેક કાવતરા ઘડ્યા હતા. એવું કહેવાય છે કે હિટલરે 60 લાખ યજુદીઓને માર્યા હતા જેમાં 15 લાખ તો બાળકો જ હતા.

war-2રશિયામાં સ્ટલિનની નીતિ: 1929થી લઇને 1953 સુધી સુધી રશિયામાં જોસેફ સ્ટાલિને તમામ લોકોને ભૂમિ સુધાર કાર્યક્રમ હેઠળ દરેકના ખેતરોનું સરકારીકરણ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનાથી સરકાર અનાજ ઉત્પાદન વધારવા માંગતી હતી પરંતુ તેનાથી ઉલટુ થયું. જેના કારણે 1932માં સૌથી ઓછુ અનાજ ઉત્પાદન થયું અને અહીં દુષ્કાળ પડ્યો. ઇતિહાસમાં રશિયા માટે આ ખુબ જ ભીષણ સમય હતો. તેના કારણે યુક્રેન, કઝાકિસ્તાન, દ.યુરેલ્સ અને પશ્ચિમી સાઇબેરિયામાં પણ અસર થઇ હતી. સૌથી ખરાબ હાલત યુક્રેનમાં થઇ હતી. જ્યાં ભુખને કારણે લોકોનાં સમુહ મૃત્યુ થવા લાગ્યા હતા. આ દુષ્કાળના કારણે અહીં પાંચથી 6 કરોડ લોકોનાં મોત થયા હતા. એવું કહેવાય છે કે આ દુષ્કાળ સ્ટાલિન દ્વારા પ્રાયોજીત હતો. સરકારે જનતાને બચાવવા કોઇ પગલાં નહોતા ભર્યા.

ચાઇના નરસંહાર: ચીનનો આ નરસંહાર દુનિયાના સૌથી ક્રૂર નરસંહારમાંનો એક માનવામાં આવે છે. ચીની સામ્યવાદી નેતા માઓત્સેતુંગને આ નરસંહાર માટે જવાબદાર માનવામાં આવે છે. ચીનમાં 1966થી લઇને 1976 સુધી સાંસ્કૃતિક ક્રાંતિના નામ પર આ નરસંહાર કરવામાં આવ્યો હતો. તેમાં સરકાર વિરોધી તમામ લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આ દરમિયાન કરોડો લોકોનાં મોત થયા હતા. 1959 થી લઇને 1961 સુધી ચીનમાં દુષ્કાળ પડ્યો હતો તેને પણ માઓ નિર્મિત જ માનવામાં આવે છે.

You might also like