ઉદ્યોગ સંગઠન ફિક્કી પ્રમાણે દેશના GDPમાં સુધારો થવાની આશા

મુંબઇ: દેશની ઇકોનોમીમાં સુધારો જોવાઇ શકે છે. ઉદ્યોગ સંગઠન ફિક્કીના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિક સમયગાળામાં જીડીપીમાં સુધારો નોંધાઇ ૭.૭ ટકાની સપાટીએ જોવાઇ છે, જે એક પોઝિટિવ સંકેત ગણાવી શકાય.

ઉદ્યોગ સંગઠન ફિક્કીએ ચેતવણી ઉચ્ચારી છે કે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવની વધઘટ જે રીતે જોવા મળી રહી છે તેના ઉપર વધુ ફોકસ કરવાની જરૂર છે, જેના પગલે બેન્કિંગ સેક્ટરની આ‌ર્થિક સ્થિતિમાં સુધારો આવશે. નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપી ૭.૭ ટકા આવ્યો છે તે દેશના આર્થિક વિકાસમાં અપ ટ્રેન્ડના સંકેત આપે છે.

ફિક્કી દ્વારા આશા વ્યક્ત કરાઇ હતી કે સરકાર ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરમાં રોકાણ જારી રાખશે, જેના કારણે દેશના આર્થિક વિકાસને વધુ ગ‌િત મળી શકે. નોંધનીય છે કે નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના જાન્યુઆરીથી માર્ચ મહિનાના સમયગાળામાં જીડીપી ૭.૪ ટકા આવવાનું અનુમાન હતું, જોકે અનુમાન કરતાં ઊંચો ૭.૭ ટકા આવ્યો છે.

You might also like