સુરત લઠ્ઠાકાંડમાં 6 યુવાનોના મોત, તંત્ર દોડતું થયું

સુરત: પલસાણા તાલુકાના કડોદરા નજીક વરેલી ગામે એક સપ્તાહમાં ૬ ઈસમોના શંકાસ્પદ રીતે મોત થવાની ઘટના બહાર આવી છે .ત્યારે વધુ બે લોકોના કડોદરાની ખાનગી હોસ્પિટલમાં સંકાસ્પદ મોત થતાં સ્થાનિક તંત્ર દોડતું થઇ ગયું હતું. સ્થાનિક ધારાસભ્ય,પલસાણા મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સુરત જિલ્લાના કડોદરા નજીક આવેલા વરેલી વિસ્તારમાં એક સપ્તાહથી દારૂના સેવન બાદ એક પછી એક મોતને ભેટી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 6થી વધુ યુવાનોના મોત થયાની ઘટના બહાર આવી છે. મોડીરાત્રે ફરી મોડી રાત્રે વધુ 2 યુવાનોના મોતની ઘટના પ્રકાશમાં આવતાં બારડોલી ધારાસભ્ય, તાલુકા પ્રમુખ, આરોગ્ય વિભાગ વરેલી ગામે દોડતું થયું હતું. ધારાસભ્યએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ મામલતદારે ઘટના સ્થળની તપાસ કરી તપાસના આદેશ આપી દીધા છે.

પલસાણાના વરેલી વિસ્તારમાં આવેલી વજ્રધામ સોસાયટી અને દત્ત કૃપા સોસાયટીમાં રહેતા બે યુવાનોને અચાનક પેટમાં દુઃખાવો, ઉલ્ટી અને આંખે અંધાપો આવ્યા બાદ સારવાર મળે તે પહેલા મોતને ભેટતા ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક તંત્રે તેમના મોતનું સાચું કારણ જાણવા મૃતકના લોહીના નમુના એફ.એ.સેલમાં મોકલી આપ્યા છે. જોકે રીપોર્ટ માં જે કારણ મોતનું આવે પણ પલસાણામાં એક પછી એક મોતની ઘટના બાદ વરેલી વિસ્તારમાં ગભરાહટ જોવા મળી રહી છે.

આમતો ગુજરાતમાં દારૂબંધી નો કાયદો છે પણ આખા ગુજરાતમાં દેશી દારૂ સરળતાથી મળી જાય છે. કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ ભલે આ ઘટનાને લટ્ઠાકાંડના ગણતી હોય પરંતુ જે લોકોના મોત થયા છે એ લોકો દારૂના વ્યસની હતા. અને દારૂના સેવનના કારણે તેમના મોત થયા છે ત્યારે હવે જીલ્લા પોલીસ વડા પલસાણાના વરેલીની ઘટના બાદ સમગ્ર જીલ્લામાં દેશી દારૂના દુષણને બંધ કરાવે એવી માંગ પ્રબળ ઉઠવા પામી છે.

You might also like