સુરતમાં લઠ્ઠાકાંડ: 2 યુવકોના મોત, એકે આંખો ગુમાવી

સુરત: લિબાયત વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારના ચાર ઈસમો રક્ષાબંધનના દિવસે સુરત નજીક નિયોલ ગામ ગયા હતા.જ્યા તેમણે દેશની દારૂનો અડ્ડો ચલાવતા ઠાકોર બુટલેગરને ત્યા દારૂ પીધો હતો.ત્યાર બાદ ચારેય ઈસમો ઘરે પરત ફર્યા હતા.રક્ષાબંધનના દિવસે મોડી રાતે નિયોલ ફરવા ગયેલા 4 પૈકી 3ની તબિયત મોડી રાતે લથડતા તેમને સારવાર માટે અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં ખસેડયયા હતા. સારવાર દરમયાન કિશન ભદાણે અને ક્રિષ્ના વાધનુ 22 ઓગસ્ટ સોમવારના દિવસે બપોરે મોત નિપજ્યુ હતુ.તેમજ ભીમરાવની બન્ને આંખે દેખાતુ બંધ થઈ ગયુ છે.

રક્ષાબંધનના દિવસે દારૂ પિધા બાદ સારવાર દરમયાન તેમનુ મોત થતા સુરત પોલીસ દોડતી થઈ છે.હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબી દ્વારા તપાસ શરૂ કરી હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ગત 18મીએ ત્રણ મિત્રો નિયોલ ગામે દેશી દારૂ પીને સાથે ત્રણેક દારૂની પોટલી લઈને ઘરે આવ્યા હતા. ઘરે આવીને ત્રણેય મિત્રોએ ફરી દારૂ પીધો હતો. દેશી દારૂ પીવાના કારણે 20મી તારીખે પહેલા કિશન દિનેશ બાધા (રહે. ગણેશનગર, ગોડાદરા, લિંબાયત)નું મોત થયું હતું.જો કે, તેનું મોત લઠ્ઠાકાંડમાં થયું કે કેમ તે અંગે લિંબાયત પોલીસે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું હતું. જ્યારે બીજા દિવસે 21મી તારીખે ક્રિષ્ના કિશોર વાઘ (રહે, ગણેશનગર, ગોડાદરા, લિંબાયત)ની તબીયત લથડતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.

જ્યારે તેના મિત્ર ભીમરાવ બાપુભાઈ સાંળુકે (રહે. વીરદર્શન સોસાયટી, પરવટગામ)ને સોમવારે આંખમાં ઝાંખપ આવી જતાં લાલ દરવાજાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાની માહિતી મળી છે. હાલમાં લિંબાયત પોલીસ, ક્રાઈમબ્રાંચે જિલ્લાની પોલીસની મદદ લઈને તપાસ માટે નિયોલ ગામે પહોંચી હતી અને દેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે.

કિશન ભદાણેના પિતાએ જણાવ્યું હતું કે રક્ષા બંધનના દિવસે આ ચાર લોકો નિયોલ ગયા હતા. તે નશાની હાલતમાં હતો. ધરે આવીને તે સુઈ ગયો હતો. મોડી રાતે તેની તબિયત લથડતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યા તેનું મોત નિપજ્યું હતું.

You might also like