હનીપ્રીતે જ પંચકુલા હિંસાની સાજિશ રચી હતીઃ પોલીસ

પંચકુલા: ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમિત રામ રહીમનાં અનેક રહસ્યો જાણતી તેની કહેવાતી પુત્રી હનીપ્રીત પોતાનાં પર લાગેલા આરોપો અંગે ભલે મગરનાં આંસુ વહેવડાવી રહી હોય, પરંતુ પોલીસને તેની વિરુદ્ધ મહત્ત્વના કેટલાય પુરાવા હાથ લાગ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર ૨૫ ઓગસ્ટે પંચકુલા કોર્ટનો ચુકાદો આવ્યો તેના એક અઠવાડિયા અગાઉથી જ સિરસાના ડેરા સચ્ચા સૌદામાં ભારે હલચલ મચી ગઈ હતી. રામ રહીમ અને તેના ચુસ્ત ટેકેદારો મોટી મૂંઝવણમાં હતાં. રામ રહીમનો બળાત્કારના આરોપમાંથી છુટકારો થશે એવી તેમને આશા પણ હતી અને સાથે સાથે તેને જેલમાં જવું પડશે તેવો એક ડર પણ હતો. આ મૂંઝવણ દરમિયાન ૧૭મી ઓગસ્ટે સિરસાના ડેરાની અંદર એક બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠક બીજા કોઈએ નહીં પણ હનીપ્રીતે જ બોલાવી હતી અને તેમાં ૨૫ ઓગસ્ટની સાજિશની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં એવો પર્દાફાશ થયો છે કે ૨૫ ઓગસ્ટે પંચકુલામાં જે હિંસક હુમલા અને ઘટનાઓ ઘટી હતી. તેને ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓ અંજામ આપ્યો હતો. તેની બ્લૂ પ્રિન્ટ ડેરા સચ્ચા સૌદાના હેડ ક્વાર્ટર સિરસામાં એક અઠવાડિયા પહેલા આયોજિત એક મહત્ત્વની બેઠક તૈયાર કરવામાં આવી હતી. પંચકુલા પોલીસે આ બેઠકમાં સામેલ ગુરમિત રામ રહીમના પર્સનલ સેક્રેટરી રાકેશકુમાર અરોરા અને રામ રહીમના ચીફ સિક્યોરિટી ઓફિસર પ્રીતમની પહેલાથી ધરપકડ કરી લીધી હતી. આ બંનેની પૂછપરછ દ્વારા એ વાતનો પર્દાફાશ થયો છે કે હનીપ્રીત પણ આ બેઠકમાં હાજર હતી અને તેના કહેવા પર જ હિંસક હુમલાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી.
દરમિયાન ગઈ કાલે પંચકુલાની અદાલતે હનીપ્રીતને છ િદવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલામાં તપાસ કરી રહેલી સીટ આજે હનીપ્રીતને ભટિન્ડા લઈ જશે. ભટિન્ડામાં સુખદીપ કૌરનું ઘર આવેલું છે કે જ્યાં હનીપ્રીત છુપાઈ હતી. ૩૯ િદવસ સુધી પોલીસને હાથતાળી આપ્યા બાદ હનીપ્રીત અને તેની સાગરીત સુખદીપ કૌરની ધરપકડ કરવામાં આવી હતી. સુખદીપ પણ ડૈરાની ફોલોઅર છે.

You might also like