પંચકુલા કોર્ટે લીધો નિર્ણય, હનીપ્રીતને 14 દિવસ જ્યુડિશીયલ કસ્ટડીમાં ધકેલાઇ

હનીપ્રીતનાં પોલીસ રિમાન્ડ પૂર્ણ થયાં બાદ પોલીસે એને પંચકુલાની કોર્ટમાં હાજર કરી હતી. જ્યાંથી કોર્ટે એને 14 દિવસની ન્યાયિક ધરપકડ સાથે જેલમાં ધકેલવાનો આદેશ કર્યો છે. જાણકારી મુજબ હનીપ્રીતને અંબાલા જેલમાં મોકલવામાં આવી છે.

હરિયાણા પોલીસની એસઆઇટી ટીમે શુક્રવારે પહેલા હનીપ્રીત અને ડેરાની ચેરપર્સન વિપશ્યનાને સામ-સામે બેસાડીને અનેક કલાકો સુધી તેઓની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ હનીપ્રીતને પંચકુલાની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવી. કે જ્યાં પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં નહીં આવતા કોર્ટે એને 14 દિવસ સુધી જેલમાં મોકલવાનો આદેશ જાહેર કર્યો છે.

હવે ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત સાથે અધિકારીઓ હનીપ્રીતને અંબાલા જેલ લઇને જશે. પરંતુ આ પહેલા તમામ સરકારી કાયદાકીય કાર્યવાહીઓ પણ પૂર્ણ કરવામાં આવશે.

You might also like