આજે કોર્ટમાં હાજર થશે હનીપ્રીત, રિમાન્ડ પર લેશે પોલીસ

રાજદ્રોહ અને હિંસા ભડકાવવાની આરોપી હનીપ્રીતની આખરે 38 દિવસો બાદ પોલીસે ધરપકડ કરી લીધી છે. સાત રાજ્યો અને બે દેશોની પોલીસ હનીપ્રીતની શોધ કરી રહી હતી. બે સાધ્વીઓ સાથે દુષ્કર્મની સજા કાપી રહેલા ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીત ઉર્ફે પ્રિયંકા તનેજા આખરે પોલીસના હથ્થે ચડી ગઈ હતી.

પંજાબ પોલીસે પટિયાલા રોડ પરથી હનીપ્રીતની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ હનીપ્રીતે ખુલાસો કર્યો હતો કે, તે ડેરા સમર્થક એક મહિલાના ઘરે છૂપાયેલી હતી. ધરપકડ બાદ ચાંદીમાંદેર પોલીસ સ્ટેશનમાં લગભગ એક કલાક સુધી તેની પૂછપરછ કરવામા આવી હતી. પંચકુલા પોલીસ કમિશ્નર ચાવલાએ જણાવ્યું હતું કે, ‘હજુ હનીપ્રીતની વધુ પૂછપરછ કરવામા આવશે. અમે કોર્ટમાં તેના રિમાન્ડ માગી રહ્યા છીએ.’

સુખદીપ નામની મહિલાએ હનીપ્રીતને રાજસ્થાનના ગુરસારમાં છૂપાવી રાખી હતી, જે ડેરા સચ્ચા સોદાની સમર્થક હતી. આ મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે.

You might also like