હનીમૂનથી પરત ફરતાં પત્ની અેરપોર્ટ પરથી લાપતા થઈ ગઈ

નવી દિલ્હી:  પહાડી વિસ્તારમાં હનીમૂન મનાવી પરત ફરેલું અેક દંપતી દિલ્હી અેરપોર્ટ પર આવ્યું હતું. બાદમાં અેરપોર્ટ પરના વાોશરૂમમાં ગયા બાદ પરિણીતા અેકાઅેક જ ગાયબ થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી.  આ ઘટનાની વિગત અેવી છે કે સ‍ર્વેશ અને અનીશા(નામ બદલાવ્યાં છે) ના તાજેતરમાં લગ્ન થયાં હતાં. તેઓ બંને હનીમૂન માટે પહાડી વિસ્તારમાં ગયા હતા. હનીમૂન મનાવી ગઈકાલે સાંજે આ દંપતી સાપસજેટની ફલાઈટ દ્વારા દિલ્હી અેરપોર્ટ પર આવ્યું હતું. ત્યારે અનીશા વોશરૂમમાં ગઈ હતી. અને ત્યાંથી જ અેકાઅેક ગાયબ થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. આ દંપતીને લખનાૈની ફલાઈટમાં જવાનું હતું. પરંતુ અનીશા તેના પતિ સર્વેશને તેનું પર્સ અને ફોન પકડાવી વોશરૂમમાં ગયા બાદ પરત ‌નહિ ફરતાં તેના પતિઅે તેની શોધખોળ કરી હતી. પરંતુ તેનો પતો મળ્યો ન હતો.

ત્યારબાદ આઈજીઆઈ અેરપોર્ટના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા વાદળી કલરની સાડી પહેરેલી અેક મહિલા સાંજે ૬-૧૪ કલાકે વોશરૂમમાં જતી જોવા મળી હતી. અને ત્રણ મિનિટ બાદ બુરખો પહેરીને અેક મહિલા બહાર આવતી જોવા મળે છે. તે ટર્મિનલ બહાર આવીને વીઆઈપી પાર્કિંગમાં અેક પુરુષને મળે છે. સ‍ર્વેશને જ્યારે આ ફુટેજ બતાવવામાં આવ્યા હતા ત્યારે તેણે જણાવ્યું હતું કે બુરખાવાળી મહિલાનું કદ તેની પત્ની સાથે મળતું આવે છે. સીઆઈઅેસઅેફના અધિકારીઅે જણાવ્યું કે સર્વેશે બુરખાવાળી મહિલાને તેની પત્ની જેવી બતાવી છે. પરંતુ હજુ તેને આ મહિલા તેની જ પત્ની હોવાનો વિશ્વાસ નથી. ત્યારબાદ સીઆઈઅેસઅેફઅે સમગ્ર અેરપોર્ટની તપાસ કરી હતી પરંતુ અનીશાનો પતો મળ્યો નથી. પાર્કિંગમાં અેક પુરુષને મળ્યા બાદ બુરખાવાળી મહિલા લેન નંબર ૩ તરફ આગળ ‍વધી ગાયબ થઈ ગઈ હતી.

You might also like