અરે…યો યોને આ શું થયું ?

મુંબઇ: યો યો હનીસિંહે ઘણા ઓછા સમયમાં તેના ગીતોથી ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી દીધી હતી અને લોકોનું દિલ ખુશ કરી દીધું હતું. ખાસ કરીને કોલેજીયનના મોઢા પર યો યો ના ગીતો સાંભળવા મળતા હોય છે. જોકે હનીસિંહ ઘણા સમયથી લાઇમલાઇટથી દુર છે.

નોંધનીય છે કે હનીસિંહના ગીતો હાલમાં રિલીઝ થઇ રહ્યા છે. પરંતું તે પોતે કોઇ પણ પ્રમોશન કે કોઇ પણ પ્રોગ્રામમાં જોવા મળતો નથી. તાજેતરમાં જ તેનો એક ફોટો બહાર આવ્યો છે જેમાં તે પહેલાં કરતાં ખુબ જાડો લાગી રહ્યો છે. જો કે હનીસિંહની સ્ટાઇલ પહેલા જેવી જ છે પરંતું તે હાલમાં બિમાર હોવાને કારણે તેનું મોઢું એકદમ ભારે થઇ ગયું છે, જેથી બિલકુલ બદલાઇ ગયેલો લાગે છે. હનીસિંહ જ્યારે સંજય દત્તના ઘરે મળવા ગયો ત્યારનો આ ફોટો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતીને આધારે હનીસિંહની ખરાબ તબિયત રહેતી હોવાને કારણે તેની આવી હાલત થઇ છે. આ પહેલા મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે, હનીસિંહ નશાનો ભોગ બની ગયો છે.જેના કારણે તેની તબિયત સારી રહેતી નથી. તેથી નશાની લત દૂર કરવા માટે તે લાઇમલાઇટથી દૂર રહે છે.

You might also like