મધઃ અંધાપાથી બચવાની જડીબુટ્ટી

દુનિયાના તમામ રોગની જડીબુટ્ટી આયુર્વેદ વિજ્ઞાનમાં છે. આજનું વિજ્ઞાન જે આયુર્વેદને માનવા માટે તૈયાર થયું છે એ જ્ઞાનનો ખજાનો મહર્ષિ ચરકે સદીઓ પહેલાં ચરકસંહિતા અને સુશ્રુતસંહિતામાં સવિસ્તર સમજાવ્યો છે. વિશ્વવિખ્યાત યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના સંશોધકોએ ગુણકારી મધ સ્વાસ્થ્ય માટે કેટલું આરોગ્યપ્રદ છે તે જાહેર કર્યું છે. સંશોધકોના દાવા પ્રમાણે પ્રાચીન સમયમાં અનેક રોગની સારવાર માટે મધનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલું જ નહીં એ સમયમાં પેથોજેનિક ફૂગ કે વિનાશક ચેપનો ઉપાય પણ મધ દ્વારા સરળતાથી લાવી શકાતો હતો.

સંશોધનમાં એક શક્તિશાળી કડી મળી આવી હતી કે મીઠું મધ અને વિનાશકારી ફૂગ જે અંધત્વ કે માણસને મૃત્યુ તરફ ધકેલી શકે તે ફુસરિયમ વચ્ચે ઔષધીય સંબંધ છે. સંશોધકોએ મીઠા મધનો વિવિધ જથ્થામાં કેન્દ્રીકરણ કરીને ઉપયોગ કર્યો તો તેમાંથી જાણી શકાયું કે, મધ એક જૈવિક ઈજનેરી છે. જેમાંથી ઓક્સિજન ધરાવતાં રાસાયણિક પ્રતિક્રિયાશીલ પરમાણુ પેદા થાય છે. જેનો પ્રયોગ તેમણેે જમીન અને છોડ પર થતી ફૂગનો અસરકારક નાશ કેવી રીતે કરી શકાય તે માટે કર્યો હતો. જેમાં મધે ફૂગની સેલવૉલ (કોષ દીવાલ) તોડી નાખી હતી.

ક્રોનિક ઈન્ફેકશન (ચેપ) માનવીના શરીરમાં ૬૦થી ૮૦ ટકા જોવા મળે છે અને તે ધીમેધીમે તેનો માર્ગ બનાવીને વધારે સ્પેકટ્રમ ઊભા કરે છે. જે રોગપ્રતિકાર શક્તિનો નાશ કરે છે. મધ પર સંશોધન કરનાર ઝૈન હબીબ અલ્હિન્દી કહે છે કે મારા સંશોધન પ્રમાણે મધમાં ફૂગનો નાશ કરવાના તમામ ગુણો છે અને તેનું પરિણામ એન્ટિફંગલ્સ કરતાં પણ વધારે અસરકારક છે.

You might also like