અાલિયા સાથે અોનેસ્ટ રિલેશનશિપઃ સિદ્ધાર્થ

અાલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાના સંબંધો અંગે અનેક સવાલો ઊઠતા રહેતા હોય છે. અાલિયાઅે અા અંગે કોઈ િનવેદન અાપવાનું જરૂરી સમજ્યું નથી. તેણે માત્ર એટલું કહ્યું છે કે અમે સારા મિત્રો છીઅે. સિદ્ધાર્થ મલ્હોત્રા પણ એવું જ કંઈક કહે છે. તે કહે છે કે અાલિયા મારી ખૂબ સારી મિત્ર છે. અમારી રિલેશનશિપ અોનેસ્ટ છે, તેમાં સૌથી સારી વાત અે છે કે અમે એકબીજાને ખુલ્લા દિલે સલામ અાપી શકીઅે છીઅે. અમારા સંબંધ ટ્રાન્સપરન્ટ છે. ડ્રીમ ટ્રીમ કોલ્ડમાં અમને વધુ સારો સમય વિતાવવાનો મોકો મળ્યો. અા ટૂરની સૌથી સારી અને સુંદર વાત અે હતી કે અે ટૂરમાં અમારી સાથે પરિણી‌તિ અને વરુણ જેવા અન્ય મિત્રો પણ હતા. અમે બધાં અમારી ફિલ્મો વિશે ખૂલીને ચર્ચાઅો કરતાં હતાં. અાજની જનરેશનની સૌથી સારી વાત અે છે કે તેઅો અરસપરસ ઇગો રાખતા નથી. અાલિયા, મેં અને વરુણે અમારી કરિયરની શરૂઅાત સાથે કરી હતી. અમે અાલિયાનો ગ્રોથ જોયો છે. તે સતત સારું કામ કરી રહી છે અને અમને અા વાતની ખુશી છે.

સિદ્ધાર્થ જૂના અને સંઘર્ષના દિવસોને યાદ કરતાં કહે છે કે હું મારા સ્કૂલના દિવસોમાં ફેલ થતો હતો. મને ભણવામાં ખાસ રસ ન હતો. મુંબઈ અાવ્યા બાદ હું ઘણા અો‌ડિશનમાં રિજેક્ટ થયો હતો. તે સમયે મારું ફોકસ કામના બદલે પૈસા પર હતું. હું કંઈ અેડ્ કરીને કેટલા પૈસા કમાઇ શકું અને ઘરનું રેન્ટ ભરી શકું તેવી મારી ઇચ્છા રહેતી હતી. મેં ૨૫ અોડિશન અાપ્યા હતા, પરંતુ મને બે કે ત્રણ એડ્માં કામ મળ્યું હતું. મારા માટે તે સમય ખૂબ જ કપરો હતો. હું અનુભવ સિંહા અને એડ્લેબની ફિલ્મ માટે અહીં અાવ્યો હતો. તેમણે મને ઘર અાપ્યું અને ટ્રે‌િનંગ પણ અપાવી. તે ફિલ્મ માટે અમને ત્રણ છોકરાઅોને બોલાવાયા હતા. અમે જાણે સાતમા અાકાશમાં હતા. અમને લાગ્યું કે અમે બહુ જલદી હીરો બની જઈશું, પરંતુ પછી ખબર પડી કે ફિલ્મ બની રહી નથી. જબરદસ્ત ઝટકો લાગ્યો. અમે અોફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે ફોન અાવ્યો કે કોન્ટ્રાક્ટમાંથી બહાર નીકળવાના કારણે અમારે ઘર પણ છોડવું પડશે. અા સમય ખરેખર કપરો હતો.

You might also like