હોન્ડાએ લોન્ચ કર્યું નવું Activa-i, કિંમત 50 હજાર

નવી દિલ્હી: મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડે લોકપ્રિય એક્ટિવાનું નવું મોડલ Activa-i લોન્ચ કર્યું છે. આ ખાસકરીને તે લોકોને વધુ ગમશે જેમને સ્કૂટરમાં ફ્રેશ કલર્સ અને ટ્રેંડી ડિઝાઇન્સ પસંદ આવે છે.

HMSIના સિનિયર વાઇસ પ્રેસિંડેટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) યદવિંદર સિંહ ગુલેરિયાએ જણાવ્યું કે ‘અમે ઉત્પાદનોમાં નવી તાજગી લાવીને ગ્રાહકોની પસંદ સાથે જોડાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. આ રણનિતી હેઠળ Activa-i આ વર્ષે લોન્ચ થતાં હોન્ડાનું સાતમું નવું છે.

તેની એક્સ-શોરૂમ કિંમત 50,255 રૂપિયા રાખવામાં આવી છે. સ્કૂટરના ડિઝાઇનમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યા નથી, પરંતુ ગ્રાહકોને રંગો માટે નવો વિકલ્પ જરૂર આપવામાં આવ્યો છે. Activa-iનું માનક વર્જન બે રંગો- પર્લ ટ્રાંસ યલો અને કેંડી જેજી બ્લ્યૂમાં ઉપલબ્ધ હતું, પરંતુ હવે જો તમે તેને લેવા જાવ તો તેના માટે 4 ઓપ્શન ઉપલબ્ધ હશે.

તો બીજી તરફ ડીલક્સ વર્જનમાં ઓર્કિડ પર્પલ મેટેલિક અને પર્લ અમેજિંગ વ્હાઇટ ઉપરાંત રેડ મેટેલિક પેંટ સ્કીમ પણ તમે પસંદ કરી શકશો.

You might also like